તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
ચુંટણી આચારસંહિતા ભંગની કાર્યવાહી સંદર્ભે સ્વામીનારાયણ બાપ્સ સંસ્થા તથા ભાજપના કાર્યાલયના મંત્રી અરજદારોના ઘુંટણીએ
લોકસામાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ભાજપ સામે આચાર સંહિતા ભંગની ફરીયાદમાં સંસ્થા દ્વારા દિલગીરી વ્યકત કરતા વિવાદ પૂરો થતાં રાજકોટ કલેકટર તંત્રએ હાશકારો અનુભવ્યો :સ્વામીનારાયણ સંસ્થા મેનેજર ઘનશ્યામસિંહ ઝાલા તથા ટ્રસ્ટી સુનીલભાઈ પારેખે લેખીતમાં અરજદાર સંજયભાઇ લાખાણી તથા કળષ્ણદતભાઈ રાવલને દિલગીરી વ્યકત કરતા પત્રમાં ફરીથી તેમનાથી શરતચૂક નહી થાય તેવી ખાત્રી ઉચારેલ :ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી તથા સ્વામીનારાયણ સંસ્થા (બાપ્સ)દ્વારા દીલગીરી માંગતા પત્ર દ્વારા તેઓ પોતાની ભૂલ સ્વીકારતા સંજયભાઈ લાખાણી તથા કળષ્ણદતભાઇ રાવલ, બન્ને કોંગ્રેસી આગેવાનોએ ધાર્મિક સંસ્થા સામે મોટું મન રાખી માંગેલ દિલગીરી સ્વીકારીને ભવિષ્યમાં આવી ભૂલ ભાજપ તથા સ્વામી નારાયણ મંદિર નહી કરે તેવી બાહેંધરી સાથે આ ફરીયાદ પરત ખેંચેલ

રાજકોટઃ લોકસભાની ચુંટણીમાં કાલાવાડ રોડ અન્ડર બ્રીજ પાસે આવેલ બાપ્સ સ્વામીનારાયણ મંદિરના હોલમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના પ્રચાર-પ્રસાર અર્થે સભા બોલાવવામાં આવેલ, જેમાં ભાજપના નેતાઓ, ભાજપના લોકસભાના ઉમેદવાર, વરિષ્ઠ આગેવાનો દ્વારા રાજકીય પ્રવચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ રવિ સભામાં સ્વામીનારાયણ પંથના સ્વામીશ્રીઓએ પણ ઉપસ્થિત રહી પ્રવચન કરેલ.
સ્વામીનારાયણ સંસ્થામાં ભાજપનો પ્રચાર કરેલ હોવાથી રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના ઉપપ્રમુખ, મહામંત્રી, સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના પ્રવકતા તથા સમાજ સેવક સંજયભાઈ લાખાણી અને કળષ્ણદતભાઈ રાવલે ચુંટણી સંદર્ભે આચાર સહીતા ભંગ સબબ લેખીત ફરીયાદ ચુંટણી પંચને કરેલ. સાથો સાથ ગુજરાત ચુંટણી પંચના મુખ્ય ચુંટણી અધિકારીશ્રી હારીતભાઈ શુકલ તથા ભારતના મુખ્ય ચુંટણી અધિકારીશ્રીની સમક્ષ રજુઆત કરવામાં આવેલ અને ચુંટણીના આચાર સહીતાના ભંગ સબબ આકરા પગલા ભરવા માંગી કરવામાં આવેલી હતી.
આ ચુંટણી અચાર સહિતા ભંગની કાર્યવાહીની લાંબી લડત ચાલી રહી હતી તે દરમ્યાન સ્વામીનારાયણ સંસ્થાના હોદ્દેદારોને સજા પડવાની ભિતી લાગતા અરજદારો સમક્ષ સરણાગતી સ્વીકારી દિલગીરી વ્યકત કરતો પત્ર સ્વામીનારાયણ સંસ્થા અને ભાજપ કાર્યાલયના મંત્રી હરેશભાઈ જોષીએ લખેલ.
દીલગીરી વ્યકત કરતા પત્રમાં હરેશભાઇ જોષીએ જણાવ્યુ હતું કે, લોકસાભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની જાહેરાત સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા બીએપીએસ સત્સંગ હોલ ખાતે કાર્યકર્તા તાલીમ શીબીર યોજવામાં આવેલ હતી. જે અંગે એમસીસ ભંગની ફરીયાદ શ્રી સંજયભાઈ લાખાણી અને શ્રી કળષ્ણદતભાઈ રાવલ, સ્પોક પર્સનશ્રી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ હતી. આ કામના ફરીયાદીશ્રીના તા.૧૦/૦૨/૨૦૨૫ ના પત્ર સંદર્ભે હું આજ રોજ મારા આ પત્ર દ્વારા જણાવું છું કે તા. ૨૮/૦૩/૨૦૨૪ નો રાજકોટ શહેર બી.જે.પી. નો કાર્યકતા તાલીમ વર્ગ બાપ્સ ના સત્સંગ હોલ ખાતે રાખવાથી રીલીજીયસ ઇન્સ્ટીટયુશન (પ્રીવેન્શન ઓફ મીસ યુઝ) એકટ ૧૯૮૮ ની જોગવાઈઓ તળે ગુનો હોવાનું અમો જાણતા ન હતા. જેથી શરત ચૂક થયેલ છે. હવે પછી આવી શરત ચૂક ભવિષ્યમાં કયારેય નહી થાય તેવી ખાતરીઆપીએ છીએ.
આઉપરાંત સ્વામીનારાયણ બાપ્સ સંસ્થાના મેનેજરશ્રી ઘનશ્યામસિંહ ઝાલા તથા રાજકોટ મંદિરના ટ્રસ્ટીશ્રી સુનીલભાઈ પારેખે પણ દિલગીરી વ્યકત કરતો પત્ર લખતા જણાવ્યુ હતું કે,આપ દ્વારા અમારી સંસ્થા અને તેના મેનેજરશ્રી ઘનશ્યામસિંહ ઝાલા સામે તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના અમારા મંદિરના કેમ્પસમાં આવેલા ઓડિટોરીયમમાં થયેલ પ્રોગ્રામ અંગે રીલીજીયસ ઈન્સ્ટીટયુશન (પ્રીવેન્શન ઓફ મીસયુઝ) એકટ ૧૯૮૮ હેઠળ ફરીયાદ દાખલ કરવા ચીફ ઇલેક્ટ્રોરલ ઓફીસરશ્રી ગુજરાત રાજ્યને તેમજ ડીસ્ટ્રીકટ રિટર્નીંગ ઓફીસર (આર.ઓ.) શ્રી ને રજૂઆત/ફરીયાદ કરેલ છે. આ ફરીયાદો અમારી સંસ્થા તેમજ જે તે વખતે બી.જે.પી. ના કાર્યાલય મંત્રીશ્રી હરેશભાઈ જોષીની સામે કરેલ છે. ઉપરોકત તા.૨૮/૦૩/૨૦૨૪ ના રાજકોટ શહેરમાં બી.જે.પી. નો કાર્યક્રમ અમારા મંદિરના કેમ્પસમાં રાખવાથી ઉપરોકત કાયદા હેઠળ ગુન્હો હોવાનું અમો જાણતા ન હતા. જેથી શરતચૂક થયેલ છે. હવે પછી આવી શરતચૂક ભવિષ્યમાં કયારેય નહિ થાય તેવી ખાત્રી આપીએ છીએ. તેમજ ઉપરોકત બનાવ સબંધે આપ સમક્ષ દિલગીરી વ્યકત કરીએ છીએ. જેથી ઉપરોકત આપશ્રીએ કરેલ કાર્યક્રમ અંગેની કાયદેસરની કાર્યવાહી પડતી મૂકવા વિનંતી છે.
આમ ઉપરોકત બાબતે કલેકટરશ્રી રાજકોટ સમક્ષ રજુ કરતા તે પત્ર સંદર્ભે ફરીયાદીશ્રી સંજયભાઈ લાખાણી તથા શ્રી કળષ્ણદતભાઇ રાવલે મોટુ મન રાખી ભવિષ્યમાં આવુ ના થાય તે લક્ષમાં લઇ આ પ્રશ્નો સુખદ અંત લાવેલ છે.
આ કાયદેસરની કાનૂની કાર્યવાહીમાં પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ઉપપ્રમુખશ્રી ડો.હેમાંગભાઇ વસાવડા અને જાણીતા વિદવાન એડવોકેટશ્રી રવિભાઈ ગોગીયાની સકારાત્મક મધ્યસ્થીથી તેમજ કાયદેઆઝમના ઉપનામથી જાણીતા ડો. પુરૂષોત્તમ પીપરીયાના માર્ગદર્શન થકી આ વિકટ પ્રશ્નો સહેલાઇથી ઉકેલ આવ્યો હતો. (૩૬-૮)
(4:00 PM IST)










