<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

રાજકોટ મહેશ્વરી સમાજ દ્વારા આજથી માતંગદેવ ધણીની જન્‍મ જયંતિની ઉજવણીનો પ્રારંભઃ રાત્રે જ્ઞાન કથા-કાલે મહાપ્રસાદ

રાજકોટઃ તા.૧પ, રાજકોટમાં વાસ્‍ત  મહેશ્વરી સમાજના લોકો દ્વારા આજે તા.૧પ ના ઇસ્‍ટદેવ ઘણી માતંગ દેવીની જન્‍મ જયંતિ ઉજવણી કરવામાં આવશે.

આજે શનિવાર સવારે રઃ૩૦ કલાકે ગણેશમંદિરથી શોભાયાત્રા ગણેશનગર-થી પ્રસ્‍થાન કરેલ ત્‍યારબાદ મહાપ્રસાદનું આયોજન મહેશ્વરી યુવા સંગઠન અને મતિયાદેવ સેવા સમિતિ દ્વારા રાત્રે ૮ કલાકે રાખવામાં આવેલ છે.

જ્ઞાનકથા આજે શનિવારે રાત્રે ૯ કલાકે ગણેશમંદિર, જયપ્રકાશનગર ખાતે રાખેલ છે. જયારે કાલે તા. ૧૬ ના રવિવારે સવારે ૮ કલાકે ગણેશમંદિર જય પ્રકાશનગરમાં બારાઇ (બારમતી) ત્‍યારબાદ બપોરે ૧ર કલાકે મહાપ્રસાદ શરૂ થશે-જેમાં રાજકોટ મહેશ્વરી સમાજના પ૦૦૦ લોકો ભેગા મહાપ્રસાદ લેશે.

રાજકોટ મહેશ્વરી સમાજ દ્વારા પોષવદ ચોથથી શરૂ થતું આ વ્રત આખો એક મહિનો ચાલે છે.

રાજકોટમાં વસવાટ કરતા મહેશ્વરી સમાજના ધર્મ પ્રેમીઓમાં ધણી માતંગ દાદાની જન્‍મ જયંતિ તેમજ માઘ મહિનાના ઉત્‍સવને મનાવવા અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ મહેશ્વરી સમાજના પ્રમુખ પુનમભાઇ નારાયણભાઇ  ઘેડા, ઉપપ્રમુખ ભાવેશ ગંગાજીભાઇ વિસરિયા, રાજકોટ મહેશ્વરી સમાજના માગસ્‍નાન વ્રતધારીઓ, ધર્મગુરૂ શ્રી હીરાભાઇ જુમ્‍માભાઇ માતંગ, મરાજ શ્રી કાનજીભાઇ પેરાજભાઇ મારાજ, મૈસર શ્રી મહેશ જખરાજભાઇ માતંગ, માગ સ્‍નાની મુખી હિંમતભાઇ ખેતશીભાઇ દેવરિયા, પુનમભાઇ નારણભાઇ ઘેડા, મહેશભાઇ અર્જુનભાઇ કન્નર, દિલીપભાઇ જેઠાલાલ સૂંઢા, અનિલભાઇ પરબતભાઇ લખિયા, છગનભાઇ ડાયાલાલ બગડા, દીપકભાઇ ધનજીભાઇ આયડી, પ્રિતેશભાઇ હિમતભાઇ દેવરિયા, અરવિંદભાઇ મનુભાઇ થારૂ, ગંગાજીભાઇ દેવજીભાઇ દેવરિયા, રવિન્‍દ્રભાઇ દેવરાજભાઇ દનીયા, ભરતભાઇ જેઠાલાલ સૂંઢા, અમરભાઇ મોહનભાઇ માતંગ, અમરભાઇ પ્રેમજીભાઇ સુરો, ગોવિંદભાઇ ધનજીભાઇ ડોરૂ, નિખિલભાઇ મોન્‍ટુભાઇ વિસરિયા, રાહુલભાઇ જખુભાઇ માતંગ, સંજયભાઇ વાલજીભાઇ વિસરિયા, સાગર અરજણભાઇ જટ, અજયભાઇ વાલજીભાઇ માતંગ જહેમત ઉઠાવી રહયા હોવાનું ભાવેશ વિશરીયા (મો. ૯૭૧૪પપ૭૬૬૭)ની એક યાદીમા઼ જણાવાયું છે. (૩૬-૩)  

(10:17 AM IST)