<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કાલે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી :વિકાસ સાથે સૌની સુખ, શાંતિ, સમૃધ્‍ધિ, સુખાકારીને મત : રાજુભાઈ

સૌરાષ્‍ટ્રની વણથંભી વિકાસયાત્રાને આગળ વધારવા અપીલ

રાજકોટઃ આવતીકાલે તા.૧૬ના સૌરાષ્‍ટ્રમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ની સંસ્‍થાઓ માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની બેઠકો ઉપર સામાન્‍ય ચૂંટણી તથા પેટ ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સૌરાષ્‍ટ્રની જૂનાગઢ  મહાનગરપાલિકા તથા  ૩૨  નગરપાલિકાઓની ચૂંટણી સાથોસાથ  સ્‍થાનિક સ્‍વરાજ્‍યની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની ૩  બેઠકો, નગરપાલિકાની ૨૧ બેઠકો અન્‍ય જિલ્લા પંચાયતની ૯ અને તાલુકા પંચાયતની ૯૧ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે સૌરાષ્‍ટ્રની જનતા જનાર્દનને આ ચૂંટણીમાં બહોળી સંખ્‍યામાં મતદાન કરવા માટે મતદારો જોગ અપીલ કરતાં જણાવ્‍યું હતું કે, ૨૦૧૪માં ભારતના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પોતાની દ્રઢ રાજકીય ઈચ્‍છાશક્‍તિના દર્શન કરાવી પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરી હતી.

અયોધ્‍યામાં ભગવાન શ્રીરામના જન્‍મસ્‍થાન ઉપર કરોડો હિન્‍દુઓના શ્રદ્ધા અને આસ્‍થાના પ્રતીક સમાન ભવ્‍ય અને દિવ્‍ય રામમંદિરનુ અતિ ભવ્‍ય લોકાર્પણ કરવામા આવ્‍યુ અને દેશવાસીઓનુ વર્ષો જૂનુ સ્‍વપ્ન સાકાર થયું.  આ સાથે જ દેશની ઉન્નતિના કાર્યોની એક લાંબી હારમાળા એક દાયકામાં ઊભી થઈ. જમ્‍મુ કશ્‍મીરમાંથી કલમ ૩૭૦  ની નાબૂદી, દેશ વિશ્વનું પાંચમુ અર્થતંત્ર બન્‍યું, નાગરિકતા સંશોધન કાયદો, નવા સંસદ ભવનનું નિર્માણ, ,યુવાનો માટે નવા સ્‍ટાર્ટઅપ અને શિક્ષણ વ્‍યવસ્‍થા, કળષિ ,મહિલાઓ, વિદ્યાર્થીઓ ,આરોગ્‍ય ,ગ્રામ વિકાસ વગેરે માટે નવતર યોજનાઓ, અંતરીક્ષ ક્ષેત્રે ભારતનો ધ્‍વજ લહેરાયો. આંતરિક અને બાહ્ય સુરક્ષા વધુ મજબૂત બની, સર્જીકલ સ્‍ટ્રાઈકથી દુશ્‍મનોના દાંત ખાટા કર્યા, આતંકવાદ વિરોધી વૈશ્વિક અભિયાન હાથ ધરાયું.

રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું કે, વિકાસકાર્યોને અવિરતપણે આગળ ધપાવતા રહેવા માટે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ માં   કમળ ખીલવું ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તથા રાજ્‍યની ડબલ એન્‍જિન સરકારના પ્રજાવત્‍સલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની વિકાસ ની વણથંભી યાત્રાને આગળ ધપાવવા સૌરાષ્‍ટ્રના મતદારોએ ભાજપના ઉમેદવારોને ચૂંટી કાઢવાના છે. સૌરાષ્‍ટ્રનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ માટે કમળના નિશાનવાળું બટન દબાવી ભાજપના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપી અને વિજેતા બનાવવા પ્રજા કળતનિヘયી હોવાનું યાદીમાં જણાવાયું છે.

તાજેતરમાં દિલ્‍હી વિધાનસભાની ચૂંટણીઓમાં જેમ આમ આદમી પાર્ટીના ભષ્ટાચારી શાસનનો અંત આવ્‍યો અને દિલ્‍હીવાસીઓના દિલો દિમાગમાં કેસરિયો લહેરાયો. આ જ રીતે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં સૌરાષ્‍ટ્ર પણ ભગવા રંગે રંગાશે.

હવે જયારે રવિવારે સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્‍યારે પ્રજામત ભાજપની તરફેણમાં હોવાનું જણાવી સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે  મતદારોને મોટી સંખ્‍યામાં મતદાન કરી ભાજપ ઉમેદવારો ને વિજયી બનાવવા અનુરોધ -અપીલ કરી છે.

(12:53 PM IST)