News of Saturday, 15th February 2025
સત્યભામાઃ પ્રથમ વખત સત્યભામાના દ્રષ્ટિકોણથી કૃષ્ણકથાનું આલેખન થયું
મહોતુ, કોફી સ્ટોરીઝ, કન્ફેશન બોકસ પછી રામ મોરીનું ચોથું શબ્દ સર્જન

કળષ્ણ એક એવું વ્યક્તિત્વ જેના પર સાહિત્યમાં ખૂબ લખાયું છે. દરેક પેઢી માટે કળષ્ણ એક રસનો વિષય. કળષ્ણકથામાં નવ રસ છે. એ તમામ કથાઓ જે જગતમાં બીજે કયાંય નથી એ બધી કથાઓ કળષ્ણની આસપાસ ગુંથાયેલી છે. પરંતુ, આજે વાત રાધાનાં કળષ્ણની કે યશોદાનાં કળષ્ણની નહીં, સત્યભામાનાં કળષ્ણની કરવાની છે.
ભારતીય સાહિત્યમાં પહેલીવાર કળષ્ણની પત્ની સત્યભામાનાં દ્રષ્ટિકોણથી કળષ્ણકથા કહેવાઈ રહી છે. નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની કલમે નવું પુસ્તક - સત્યભામા.
સત્યભામા, આમ તો કળષ્ણની અષ્ટપટરાણીઓમાંની એક પણ તોય સૌથી જુદી ! એવી નાયિકા જે માનતી કે હું ટોળાનો ભાગ નહીં, ટોળાનું કારણ હોઈ શકું ! એવીસ્ત્રી જે સ્વયંને સર્વશ્રેષ્ઠ માનતી. સત્યભામા આજીવન એવા ભ્રમમાં રાજી રહી કે કળષ્ણ સૌથી વધારે પ્રેમ માત્ર અને માત્ર એને જ કરે છે. સૌથી સુંદર વાત કે એનો આ ભ્રમ કળષ્ણએ કયારેય તોડ્યો નથી.
અહીં,આ પુસ્તકમાં કળષ્ણને પામવાની સત્યભામાની પોતીકી યાત્રા છે.
કળષ્ણની સોળ હજાર એકસો અને સાત રાણીઓ એવું માનતી કે, ‘‘અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કળષ્ણ મળ્યા.''
પરંતુ....
એક હતી પટરાણી સત્યભામા !
જે એવું સ્પષ્ટપણે માનતી કે, ‘‘કળષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી !''
આ કથા સત્યભામાની છે. જે સ્વયંને કળષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતનાં ચોકમાં ઊભી રહી, આંખમાં આંખ પરોવી દૃઢ વિશ્વાસ સાથે કહી રહી છે કે,
ભલે હું રાધાની જેમ રાસ નથી રમી. ભલે રુક્મિણીની જેમ મારું વરણ નથી થયું. ભલે દ્રૌપદીની જેમ મને ‘કળષ્ણા' સંબોધન નથી મળ્યું. ભલે જાંબવતીની વનસંસ્કળતિનો સ્વીકાર થયો એવું મને માન નથી મળ્યું... તો પણ, કળષ્ણ સૌથી વધારે પ્રેમ મને કરે છે અને મને જ કરે છે !
આ કથા સત્યભામાનાં કળષ્ણની છે. આ કથામાં દ્વારકા છે, ગોકુળ છે, બરસાના છે, મથુરા છે, પાંચાલ છે તો વિદર્ભ પણ છે. આ સ્થળો સરનામા નહીં, પડાવ છે. આ નવલકથામાં રાધા, રુક્મિણી, દ્રૌપદી, જાંબવતી, સુભદ્રા, યશોદા, દેવકી અને રેવતી છે. આ સૌ નારીપાત્રોનાં પોતપોતાના કળષ્ણ છે.
અહીં કથાનાં પાને પાને સત્યભામા કળષ્ણને કહી રહી છે કે, જો પ્રેમ વહેંચીને મહાન થવાતું તો બળ્યું, મારે મહાન નથી થવું. થોડું જાતને સંકોરતા શીખો કળષ્ણ, બધા માટે ઉપલબ્ધ હોવું એમાં આપણું માન નહીં !
કળષ્ણ, તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઉભી કરી દીધી પણ નારીનાં મનનું તળિયું તો તમે માપી નથી શકયા !
યુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી. એ કયાંય નથી ગઈ, અહીં જ ઊભી છે આજેય. મારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે શાશ્વત !
લેખક તરીકે ‘મહોતું', ‘કોફી સ્ટોરીઝ' અને ‘કન્ફેશન બોક્સ' પછી રામ મોરીનું આ ચોથું પુસ્તક છે. પ્રકાશિત થતી પ્રથમ નવલકથા.
આર.આર. શેઠ પ્રકાશિત રામ મોરીની નવલકથા સત્યભામા. આ પુસ્તક મેળવવા આપ પ્રકાશક આર.આર.શેઠની વેબસાઈટ પરથી ઓર્ડર કરી શકો છો. મો :૮૩૨૦૦૩૭૨૭૯ પર પ્રકાશનગળહનો સીધો સંપર્ક કરીને પણ પુસ્તક ઓર્ડર કરી શકો છો.
આ પુસ્તક આપ બુકપ્રથા (Bookpratha)ની સાઈટ પરથી પણ પ્રાપ્ત કરી શકો છો. બુકપ્રથાના નીરજ મેઘાણીનો ( Niraj Meghani) પણ આપ સંપર્ક કરી શકો છો. પુસ્તક કુરિયરના માધ્યમથી તમારા સુધી પહોંચી જશે ! મોઃ ૯૧ ૯૦૩૩૫ ૮૯૦૯૦.(૩૮.૯)
‘સત્યભામા'ના લેખક રામ મોરી
રાજકોટમાં: વાંચન પરબમાં સાંજે પ્રવચન જાણીતા યુવા લેખક સાહિત્યકાર શ્રી રામ મોરી આજે રાજકોટ આવ્યા છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના વાંચન પરબ મણકો ૮૭ હેઠળ પોતાના નવા પુસ્તક ‘સત્યભામા'ના સંદર્ભે આજે શનિવારે સાંજે ૭.૩૦ વાગ્યે નાગરિક બેન્ક ખાતે એક સમારોહમાં પ્રવચન આપવાના છે.
પુસ્તક : સત્યભામા
પેઇજ : ૨૯૬ કિ.૩૪૯રૂા.
પુસ્તક મેળવવા માટે ૮૩૨૦૦૩૭૨૭૯ ઉપર ઓર્ડર આપી શકાય છે.
(2:49 PM IST)










