News of Saturday, 15th February 2025
જાહેરમાં ગંદકી કરનાર ૩૬ દુકાનદારો દંડાયાઃ ૮૪૦૦નો દંડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે કુલ ૨ દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં છેલ્લા ર દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૩૬ દુકાનદારો પાસેથી ૨.૧૨૮ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા પાસેથી રૂ ૮૪૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. (૭.૪૧)
(2:49 PM IST)










