<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

વાહન હડફેટે બે મહિલાઓને ઇજા કરવા અંગે આરોપીને છ માસની સજાનો આદેશ

આરોપીનું છ માસ માટે ડ્રાઇવીંગ લાયસન્‍સ ગેરલાયક ઠરાવ્‍યુ

રાજકોટ, તા.૧૫: શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત નગર ચોક પાસે પુરપાટ ઝડપે મારુતિ કારે ડબલ સવારી સ્‍કૂટરને હડફેટે લઇ બે મહિલાને ગંભીર ઈજા પહોંચાડવાના સાડા પાંચ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે આરોપીને છ માસની કેદ તેમજ રૂપિયા ૨૦૦૦ દંડ, છ માસ  સુધી ડ્રાઇવિંગ લાઇસન્‍સ માટે ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, ગઈ તા. ૦૯/ ૦૭/ ૨૦૧૮ના સવારે રાજકોટમાં પંચાયતનગર સોસાયટી પાસે, યુનિ. રોડ મુકામે  મારુતિ અર્ટીગા કાર નંબર જી.જે. ૦૩ એફ.ડી. ૧૦૭૧  પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી  ડબલ સવાળી સ્‍કુટરને હડફેટે લેતા  તેના ચાલક સવિતાબેન કેશુભાઈ વઘાસિયા અને સાથે બેઠેલા મહિલાને ફ્રેક્‍ચર સહિતની ગંભીર ઈજા કરી નાસી છુટયા અંગેની ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. તે બાબતે પોલીસે જરૂરી પંચનામા કરી તેમજ લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધી  આરોપી દીપેશ મગનભાઈ ગોંડલીયા (રહે રૂરલ હાઉસિંગ બોર્ડ ક્‍વાર્ટર બ્‍લોક ઈ વન ૭૧ કાલાવડ રોડ) સામે ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ  ચાર્જશીટ દાખલ કર્યું હતું.

આ કેસ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં ચાલવા ઉપર આવતા તપાસનીશ પોલીસ તપાસના કાગળો, સાહેદોની જુબાની, સરકારી વકીલની રજૂઆતો દલીલો અને બનાવની ગંભીરતા ધ્‍યાને પાંચમા એડિશનલ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ડી.આર જગો વાલા એ આરોપી દીપેશ મગનભાઈ ગોંડલીયાને આઈપીસી ૩૩૮ના ગુનામાં તકસીરવાડ ઠરાવી છ માસની કેદ રૂ.૧૦૦૦ દંડ, ૨૪૯ ના ગુનામાં ત્રણ માસની કેદ તથા ૫૦૦ રૂપિયા દંડનો હુકમ ઉપરાંત એમવી એક્‍ટની કલમ ૧૭૭ ૧૮૪ મુજબ ઈં ૫૦૦નો દંડ તેમજ છ માસ માટે આરોપી દીપેશ મગનભાઈ ગોંડલીયાનું ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરવા હુકમ કર્યો છે.(૨૩.૨૧)

 

(2:51 PM IST)