News of Saturday, 15th February 2025
મિલ્કત સંદર્ભે કાયમી મનાઇ હુકમ મળવા અંગે થયેલ દાવો નામંજુર

રાજકોટ, તા. ૧૫: અત્રે વિજ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ મળવા અંગેનો દાવો કોર્ટે રદ કર્યો હતો.
આ કામે જીતેન્દ્રભાઈ બાબુભાઈ રૈયાણી ની ખેડાવાણ જમીન-કે જે ખોરાણા ના માર્ગ ડોળી ના નામથી ઓળખાય છે તે જમીન ની ખરીદ અંગેનો રજીસ્ટર સાટાખત જમીનના માલિક સ્વ લાભુબેન રણછોડભાઈ પીપળીયા તથા સ્વ. શૈલેષભાઈ રણછોડભાઈ પીપડીયા સાથે તારીખ ૦૨/૦૮/૨૦૧૧ ના રોજ કરેલો. જેની અવધી પૂરી થતાં સાટાખટની મુદત વધારા અંગેનો કરાર પણ કરવામાં આવે પરંતુ જીતેન્દ્રભાઈ બાબુભાઈ રૈયાણી એ સદરૂ મિલકત ખરીદ કરેલ નહીં અન એડિશનલ સિનિયર સિવિલ જૂજ સાહેબ, રાજકોટ સમક્ષ સ્પે.દિ. કેસ થી કરારના વિશિષ્ટ પાલન અંગેનો દાવો કરેલો દાવો
તારીખ ૨૯/૦૩/૨૦૨૪ ના રોજ બિનશરતી પરત ખેંચેલો. ત્યારબાદ વાદી જીતેન્દ્રભાઈ બાબુભાઈ રૈયાણી એ રે.દી. કેસ થી સ્વ. લાભુબેન રણછોડભાઈ પીપળીયા તથા સ્વ. શૈલેષભાઈ રણછોડભાઈ પીપડીયા આ વારસદારો ચાર્મીબેન શૈલેષભાઈ પીપળીયા, રસીલાબેન રણછોડભાઈ પીપળીયા, અનસુયાબેન રણછોડભાઈ પીપળીયા, ગીતાબેન રણછોડભાઈ પીપડીયા, અલકાબેન રણછોડભાઈ પીપળીયા વિરુદ્ધ વિજ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ અંગેનો દાવો કરેલો.
આ દાવાના પ્રતિવાદી રસીલાબેન રણછોડભાઈ પીપળીયા, અનસુયાબેન રણછોડભાઈ પીપળીયા,અલકાબેન રણછોડભાઈ પીપળીયા ને નોટીસ /સમન્સ મળતા તેમના વકીલ મારફત કોટ સમક્ષ હાજર થઈ વાદી જીતેન્દ્ર ભાઈ બાબુભાઈ રૈયાણી ને જમીન સંબંધે દાવો લાવવા લોકસ સ્ટેન્ડી નથી તેમજ વાદીએ કરેલ અગાઉ દાવો બિનશરતી પાછો ખેંચી લીધેલ હોય અને દાવા અંગેનું કોઝ ઓફ એક્શન પ્રાપ્ત થતું ન હોય તેવી રજૂઆત પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલ હોય તેમ જ તે અંગેના નામદાર સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ તથા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ વાદી જીતેન્દ્રભાઈનો દાવો રદ કરતો હુકમ ફરમાવેલ છે દાવામાં પ્રતિવાદી રસીલાબેન રણછોડભાઈ પીપળીયા, અનસુયાબેન રણછોડભાઈ પીપળીયા, અલકાબેન રણછોડભાઈ પીપળીયા વતી રાજકોટનાં (હાલ અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ) એડવોકેટ રિધ્ધિશા આર. રત્નેશ્વર, અંજુમન એમ. અજમેરી તથા ઋષિકેશ આર. કરડાણી રોકાયેલ હતા. (૩.૧૭)
(2:51 PM IST)










