News of Saturday, 15th February 2025
રાજકોટના યુવાન મીનુ જસદણવાલાનું ઉમદા કાર્ય :ઝુંપડપટ્ટીનાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ

રાજકોટઃ ઉત્સાહી યુવાન તથા વ્વયવસાયે શિક્ષક એવા શ્રીમીનુ જસદણવાલા ઉમદા તથા અનુકરણીય કાર્ય કરીને સમાજને સરસ ઉદાહરણ પુરું પાડે છે. પોતાનાં કાર્યની તથા અન્ય પ્રવૃતિઓની વ્યસ્તતા વચ્ચે રાજકોટમાં ઝુંપડપટ્ટી તથા સ્લમ વિસ્તારનાં બાળકોને હર રવિવારે તેઓ ગણિત તથા અંગ્રેજીનું નિઃશુલ્ક શિક્ષણ આપી રહ્યા છે. વર્ગ પૂરો થયા બાદ બાળકોને ભરપેટ ભોજન, વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે. આ કાર્યમાં તેમને અનુભવી શિક્ષકો, વિદ્યાર્થીઓ, નિવૃતો અને ગૃહીણીઓનો પણ સહકાર પ્રવતો રહે છે.
દર રવિવારે સવારે ૧૦ થી ૧૧ જુના એરપોર્ટ રોડ પર પ્રટ્રિયા હોટલ પાસે તથા ૧૧:૩૦ થી ૧૨:૩૦ મહાકાલેશ્વર મંદિર / જૈન બોર્ડિંગની બાજુમાં આ કાર્ય તેઓ કરી રહ્યા છે. બાળકોને જરૂરી સ્ટેશનરી, નોટબુક, પુસ્તકો, પણ દાતાઓ તરફથી મળતા રહે છે. આ ઉત્તમ કાર્યને મીનુઝ સનડે સ્કુલ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યની શરૂઆત નવેમ્બર ૨૦૨૩થી કરવામાં આવી હતી. જેને આજે ખુબ જ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
શ્રી જસદણવાલા ગાંધી વિચારના હિમાયતી છે. જે લોકો શ્રમિકવર્ગના છે અથવા રહેવાની પુરતી વ્યવસ્થા નથી કે બાળકોને અભ્યાસ કરાવી શકવા અસમર્થ છે. તેવા વર્ગના વાલીઓનાં બાળકોને કોઇ પણ પ્રકારની ફી લીધા વિના અભ્યાસ કરાવી રહ્યા છે. અભ્યાસ ઉપરાંત બાળકોને આત્મનિર્ભર કેમ બનવું ટ્રાફિકનું જ્ઞાન કે સમજણ આપવી તથા વાતચીત કેમ કરવી આ બધું પણ શીખવવામાં આવે છે. અંતમાં પોષ્ટિક નાસ્તો કે ભોજન કરવવામાં આવે છે. જેનો લાભ મોટી સંખ્યામાં બાળકો લઇ રહ્યાં છે. આ વિશિષ્ટ કાર્યમાં સહભાગી થવા માંગતા લોકો ફોન.નં. ૯૮૨૮૧૯૧૯ પર સંપર્ક કરી શકે છે. (ભરત અંજારીયા)(
(2:52 PM IST)










