News of Saturday, 15th February 2025
પાટીદાર સમાજને આ મુદ્દે ન જોડવામાં આવે : નયનાબેન

રાજકોટ, તા., ૧પ : મેયર નયનાબેન પેઢડીયાના પ્રયાગરાજ પ્રવાસ અંગે આમ આદમી પાર્ટીના નેતા દિનેશ બાંભણીયા દ્વારા નિવેદન સામે આવ્યું છે. બાંભણીયાએ કહયું છે કે, પાટીદાર સમાજના દિકરી નયનાબેન પેઢડીયાને નિશાન બનાવ્યાનું જણાવ્યું હતું.
જો કે આ અંગે મેયર નયનાબેન પેઢડીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ બધાની સાથે સંકળાયેલ સમાજ છે વર્ષોથી જાહેર જીવનમાં સંકળાયેલ છું આનાથી માત્ર ને માત્ર સમાજને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે.
અમે શહેરના વિકાસમાં સૌ સાથે મળીને કામ કરીએ છીએ. પાટીદાર સમાજની દેશના વિકાસમાં પણ સારી ભૂમિકા છે આ મુદ્દો આ વિષયમાં લેવો ન જોઈએ સમાજને ખોટી રીતે દોરે છે.
તેમણે વધુમાં જણાવેલ કે, અમારા વચ્ચે કોઈ મનદુઃખ નથી. અમે પાંચેય પદાધિકારીઓ અને ભાજપ પ્રમુખ સાથે રહી રાજકોટના વિકાસ માટે કટિબધ્ધ છીએ.
ઉપરાંત ફાયર ઓફિસર અમિત દવેએ પોતાની ભૂલ સ્વીકારી અને લેખીતમાં સ્ટેન્ડિંગ ચેરમેનને અમિત દવેએ માહિતી આપી હતી. સાથે જ અમારી વચ્ચે કોઈ મનદુઃખ ન હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.
અંતમાં જણાવેલ કે, હું જાહેર જીવનમાં વર્ષો થી છું. પાટીદાર સમાજ જ નહીં હું સર્વ સમાજને સાથે લઈને ચાલુ છું. પાટીદાર સમાજ સાથે મારા આ મુદ્દાને જોડવામાં ન આવે. પાટીદાર સમાજ મોટો સમાજ છે અને સમજુ સમાજ છે. પાટીદાર સમાજ માંથી છું એટલા માટે જ મને પાર્ટીએ મેયરનું પદ આપ્યું છે.
(4:18 PM IST)










