News of Saturday, 15th February 2025
ભારત સરકાર દ્વારા ૧૨૫થી વધુ વકીલોની નોટરી - મેજીસ્ટ્રેટ તરીકે નિમણૂંકો અપાઈ
રાજકોટ - શહેર - જીલ્લા ઉપરાંત ગુજરાતભરના વકીલોએ નોટરી માટે અરજીઓ કરી હતીઃ ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી સર્ટીફીકેટો જારી કરાયા

રાજકોટ, તા.૧પઃ ભારત સરકાર દ્વારા રાજકોટ શહેર જિલ્લાના આશરે ૧૨૫ થી વધુ એડવોકેટ અને નોટરી તરીકે નિમણૂક આપવામાં આવતા વકીલોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આજથી થોડા સમય પૂર્વે રાજકોટ શહેર, જિલ્લા તેમજ ગુજરાત ભરના અસંખ્ય વકીલોએ નોટરીના લાયસન્સ મેળવવા માટે ભાજપની કેન્દ્ર સરકારમાં કાયદા વિભાગમાં અરજી કરી હતી. અત્રે ઉલ્લેખનીય કે કેન્દ્ર સરકારે અસંખ્ય વકીલોને નોટરી નિમણૂકના હુકમો કર્યા છે, પરંતુ ત્યારબાદ સર્ટિફિકેટ મોકલવામાં ઢીલ થઈ હતી મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર જિલ્લામાં અંદાજે ૧૨૫થી વધુ વકીલોને નોટરી નિમણૂકોના સર્ટિફિકેટ જાહેર કર્યા છે જેમાં રાજકોટ શહેરમાં નિમણૂક અપાય છે તેમાં એડવોકેટ પંકજ દોંગા, સુરેશ પંડ્યા, વિજયભાઈ રૈયાણી, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજભા ઝાલા, ભાવિન વ્યાસ, જગદીશ ચોટલીયા, ધર્મેન્દ્ર જરીયા, હિતેશ પંડ્યા, હર્ષાબેન પંડ્યા, સુરેન્દ્ર મલકાન, યોગીરાજસિંહ રાણા, કૈલાસ સાવત અને અનિલ ભટ્ટ સહિત લગભગ ૧૨૫થી વધુ વકીલોને નોટરી તરીકે ભારત સરકાર દ્વારા નિમણૂક અપાય છે. નોટરી અંગેની નિમણૂકો જેઓને મળેલ છે. તેમાં એડવોકેટ ભાવિન વ્યાસ મો. નં. ૯૮૨૪૮ ૨૩૮૫૫, સિધ્ધરાજસિંહ જાડેજા મો. નં ૯૮૨૪૦ ૯૪૨૧૯, સુરેશ પંડ્યા મો. નં. ૯૮૨૪૨ ૨૬૩૧૩, કૈલાશ સાવંત મો. નં. ૯૯ ૭ ૪૮ ૯૬ ૩૮ નંબર પર વકીલોને મિત્રો તેમજ સગા વહાલા દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યભરના અસંખ્ય વકીલોને નોટરીના લાયસન્સ અને સર્ટિફિકેટ અપાયાનું જાણવા મળેલ છે.
(3:03 PM IST)










