<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

JEE ૨૦૨૫ના પરિણામોમાં રેકર્ડ બ્રેક કરતી મોદી સ્‍કૂલ

JEE 2025 (Session-1) નાં પરિણામોમાં 99 PR કે તેથી વધુ ૭૫ વિદ્યાર્થીઓ સાથે સૌરાષ્ટ્રનાં શિક્ષણક્ષેત્રે નવો રેકર્ડ સર્જતી મોદી સ્‍કૂલ

રાજકોટ તા.૧૫: દેશની ટોચની એન્‍જીનીયરીંગ કોલેજો IIIT, NIT તથા IIT માં પ્રવેશ માટેની એલીજીબીલીટી ટેસ્‍ટ તરીકે લેવાતી JEE Mains 2025 (Session 1) માં મોદી સ્‍કૂલનાં વિદ્યાર્થીઓએ ઉત્‍કૃષ્ટ પરિણામ મેળવ્‍યું છે.  JEE (Mains + Advanced), NEET કે GUJCET દરેક સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓમાં મોદી સ્‍કૂલનો દબદબો બરકરાર રહ્યો છે.

JEE Mains 2025 (Session 1) નાં જાહેર થયેલ પરિણામોમાં આશરે કુલ 12,36,000 વિદ્યાથીર્ઓમાંથી 99.90 PR કે તેથી વધુ 6 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. જે સૌરાષ્ટ્ર કચ્‍છની કોઇપણ સ્‍કૂલ કરતા સૌથી શ્રેષ્ઠ પરિણામ છે.

મોદી સ્‍કૂલનાં વિદ્યાર્થી તથા તબિબ પિતાનાં સંતાન સરડવા યજ્ઞ – 99.97 PR સાથે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી માધ્‍યમનાં વિદ્યાર્થીઓમાં પ્રથમ સ્‍થાન મેળવેલ છે. ગુજરાતી માધ્‍યમનાં વિદ્યાર્થીઓ પણ નેશનલ લેવલની ટેસ્‍ટમાં ઝળહળતુ પરિણામ મેળવી શકે છે તે સરડવા યજ્ઞએ સાબિત કર્યુ છે.  ઉપરાંત મોદી સ્‍કૂલનાં જીલ ઠુંમર એ – 99.96 PR, જીત કાથ્રરોટીયાએ – 99.95 PR, હર્મીશ મજેઠીયા – 99.94 PR, જયદિપ ઠુંમર - 99.94 PR તથા મૈત્રી સંદ્યાણીએ – 99.91 PR સાથે જવલંત પરિણામ મેળવીને માતા પિતા તથા શાળાનું ગૌરવ વધારેલ છે.

JEE Main નાં આવા ઉજજવળ પરિણામો માટે વિદ્યાર્થીઓએ શ્રી રશ્‍મીકાંત મોદી તથા શ્રી હિતભાઇ મોદીનું સચોટ માર્ગદર્શન, નિયમિત ચેપ્‍ટર ટેસ્‍ટ, હાફ સીલેબસ ટેસ્‍ટ,ફુલ સિલેબસ ટેસ્‍ટ (FST)નું પધ્‍ધતિસર આયોજન, મોદી સ્‍કૂલનાં તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડ્‍યુલ તથા Continuous Counseling થકી મોદી સ્‍કૂલીંગ સિસ્‍ટમએ નેશનલ લેવલની પરિક્ષામાં ટોચનું સ્‍થાન મેળવેલ છે.મોદી સ્‍કૂલનાં સંસ્‍થાપક ડો. આર. પી. મોદીએ આ સફળતા અંગે જણાવ્‍યું કે અમો 37 વર્ષથી સૌરાષ્‍ટ્રનાં વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્‍ધતિ, દ્યરનાં વાતાવરણ તથા તેઓનાં એજયુકેશન કલ્‍ચર ને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શક્‍ય બને છે.

હાલમાં NEET, JEE (Main + Advanced) તથા Foundation Std. 6 થી 10 માટે 12 IITans, 3 NITians, 2 Doctors,  સાથે કુલ 94થી વધુ ફેકલ્‍ટીની મોટી ટીમ કાર્યરત્ત છે. જેમાનાં 42થી વધુ ફેકલ્‍ટી તો આઉટસ્‍ટેટનાં છે. ગુજરાત અને આઉટસ્‍ટેટ ફેકલ્‍ટીની ટીમ તથા મોદી સ્‍કૂલ મેનેજમેન્‍ટની સૌરાષ્ટ્રની સાયન્‍સનાં વિદ્યાર્થીઓનાં માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્‍કૂલ મેળવી રહી છે.

(3:06 PM IST)