News of Saturday, 15th February 2025
CBSE બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
ધો.૧૦-૧૨માં રાજકોટ ક્ષેત્રમાં ૪૨૨૫ મળી ગુજરાતમાં ૭૦હજારથી વધુ પરીક્ષાર્થીઓઃ CCTV દ્વારા દેખરેખ

રાજકોટ, તા.૧પઃ સમગ્ર દેશમાં આજથી સેન્ટ્રલબોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. ધો.૧૦-૧૨ની પરીક્ષા રાજકોટ રીજીયનમાં કૂલ ૪૨૨૫ સહિત દેશભરમાં ૪૨ લાખ વિદ્યાર્થીઓ તેમની કારકીર્દીની મહત્વની પરિક્ષા આપી રહયા છે.
CBSE ની ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષા ૭૮૪૨ પરીક્ષા કેન્દ્ર ઉપર લેવાશે. ભારત દેશ ઉપરાંત અન્ય ૨૬ દેશોમાં પણ આ પરિક્ષાની વ્યવસ્થા ગોકવવામાં આવી છે. ધો.૧૦ની પરીક્ષા ૧૮ માર્ચ તેમજ ધો.૧૨ની પરીક્ષા ૪ એપ્રીલના રોજ પૂર્ણ થશે. ધો.૧૦ અને ધો.૧૨માં કૂલ ૨૦૪ વિષયોની પરિક્ષા લેવાશે. ધો.૧૦માં ૨૨ લાખ ૫૧ હજાર, ધો.૧૨માં ૧૬ લાખ ૩૩ હજાર પરિક્ષાર્થીઓ નોંધાયા છે.
રાજકોટ રીજીયનમાં ધો.૧૦-૧૨ના કૂલ ૪૨૨૫ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધો.૧૦-૧૨ની પરીક્ષા આપી રહયા છે.CBSEની પરીક્ષાનો સમય સવારે ૧૦-૩૦ થી ૧-૩૦ છે. પરિક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે સેન્ટ્રલબોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સીસીટીવીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૨૪૦ પરીક્ષા આપવા ૧૦ પરીક્ષા રૂમ વચ્ચે એક સીસીટીવી નિરીક્ષક તરીકે જવાબદારી નીભાવશે. જે સીસીટીવી ઉપર સમગ્ર નજર રાખશે.
(3:08 PM IST)










