<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

રઘુનાથજી આર્કેડની ૬ તથા જીમ્‍મી ટાવરની ૮ સહિત ૩ર મિલ્‍કતોને તાળા

૩૪ વર્ષિય યુવાનને જ્‍યોતિ સીએનસી કંપનીમાં નોકરીએ જતી વખતે કાળ ભેટી જતાં પરિવારમાં કલ્‍પાંતઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ઢોર આડે આવી જતાં વાહન ધીમુ પાડતાં પાછળથી ટ્રેકટરે ઠોકર મારી દીધી

રાજકોટ, તા. ૧પ : રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર   ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવીઃ

૩૨-મિલક્‍તોને સીલ મારેલ તથા ૭-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૨-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૨-નળ કનેક્‍શન કપાત. આજના દિન ની રીકવરી રૂ.૪૩.૩૭ લાખ થઇ હતી. જેમાં વોર્ડ નં. ૩   લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ' ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૩૧૮ ને સીલ મારેલ,     લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ' ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૩૧૯ ને સીલ મારેલ.    લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ' ૧-યુનિટને સીલ મારેલ.    લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ' ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૩૧૫ ને સીલ મારેલ.    લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ' ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૩૧૭ ને સીલ મારેલ. લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ' ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૩૧૬ ને સીલ મારેલ.   લોહાણાપરામાં આવેલ સદગુરુ સદનમાં ૧૩-યુનિટને સીલ મારેલ.   મોચીબજારમાં આવેલ ‘ગોકુલ કોમ્‍પ્‍લેક્ષ' ફર્સ્‍ટ ફ્‌લોર નં-૮ ને સીલ મારેલ.

વોર્ડ નં-૬ ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્કમાં  શોપ નં-૩ ને સીલ મારેલ.

વોર્ડ નં-૭માં  ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર' ગ્રાઉન્‍ડ ફ્‌લોર શોપ નં-૧૪ ને સીલ મારેલ.  ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર' ગ્રાઉન્‍ડ ફ્‌લોર શોપ નં-૩૫ ને સીલ મારેલ.    ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર' સેવન્‍થ ફ્‌લોર ઓફીસ નં-૨૧ ને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર' સિક્‍સ ફ્‌લોર ઓફીસ નં-૪૪ ને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર' ફિફિથ ફ્‌લોર ઓફીસ નં-૧૩ ને સીલ મારેલ.   ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર' ફિફિથ ફ્‌લોર ઓફીસ નં-૫ ને સીલ મારેલ.    ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર' ફોર્થ ફ્‌લોર ઓફીસ નં-૨ ને સીલ મારેલ.   ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્‍મી ટાવર' ગ્રાઉન્‍ડ ફ્‌લોર શોપ નં-૬૦ ને સીલ મારેલ. વિજય પ્‍લોટમાં ૨-યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં-૧૪ માં કેવડાવાડી મેઇન રોડ પર આવેલ ૧-યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં-૧૫માં   નવા થરોલા વિસ્‍તારમાં ૧-નળ કનેક્‍શન કપાત. વોર્ડ નં-૧૮માં કોઠારીયા રીંગ રોડ પર આવેલ ૧-નળ કનેક્‍શન કપાત. કરાવમાં આવ્‍યું હતું.

આ કામગીરી નાયબ કમિ‘ર  સી.કે.નંદાણી તથા આસી.કમિશનર  સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર  વત્‍સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્‍યા ,ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર  મયુર ખીમસુરીયા, ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજર  નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટર ઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:09 PM IST)