News of Saturday, 15th February 2025
શહેરના રાજમાર્ગો પરની મંજુરી વિનાના રાજકીય-સામાજીક સંસ્થાના ર હજાર બોર્ડ હટાવાયાઃ મનપાની દબાણ શાખાનો સપાટો
રસ્તા પર નડતરરૂપ ૬૦ રેકડી-કેબીન, ર૮૯ અન્ય ચીજ વસ્તુ તથા ૧૯પ૭ કિલો શાકભાજી-ફળ જપ્તિઃ ૧.૭૭ લાખનો દંડ વસુલ્યો

રાજકોટ તા. ૧પઃ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૦૧ થી ૧૪ ફેબ્રુઆરી દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૬૦ રેકડી-કેબીન, ર૮૯ અન્ય ચીજવસ્તુઓ, ૧૯પ૭ કિલો શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, તેમજ ર૦૦૦ જેટલા બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂપ ૬૦ રેકડી, કેબીન જપ્ત કરવામાં આવી હતી.
પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયત્રીનગર,હોસ્પિટલ ચોકડી, રૈયાધાર, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ પરથી જુદી જુદી અન્ય ૨૮૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ,પારેવડી ચોક,સંતકબીર રોડ,જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૧૯૫૭ કિલો શાકભાજી, ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરથીયાવાડી પાસે થી રૂ.૧,૭૭,૩૦૦, મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૨,૦૯,૯૨૫, વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, રામાપીર ચોકડી,કાલાવડ રોડ,યુનિ.રોડ પરથી મંજુરી વિનાના ૧૯૯૨ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(3:11 PM IST)










