<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

રાજકોટના મેયરના ઇનોવા પ્રવાસનો વિવાદ જાણી જોઈને ઊભો કરવામાં આવ્‍યો છેઃદિનેશ બાંભણિયા

પાટીદાર સમાજની દીકરીની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું વ્‍યવસ્‍થિત ષડયંત્રઃ ભાજપનો કે અન્‍ય રાજકીય પક્ષનો આંતરિક વિખવાદમાં મોવડી મંડળ યોગ્‍ય કરે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૫ રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાનો સરકારી ગાડી લઈ કુંભમાં જવાનાં વિવાદમા પાસના પૂર્વ આંદોલનકારી દિનેશ બાંભણિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું છે કે પાટીદાર સમાજની દીકરીની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવા માટેનું આ ષડયંત્ર છે.

આ અંગે એક વિડીયો સંદેશામાં દિનેશ બાંભણીયાએ જણાવ્‍યું છે કે કોઈએ પણ સરકારી ગાડીનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ હાલના તબક્કે જે વિખવાદ ઉભો કરવામાં આવ્‍યો છે તે જાણી જોઈને ઉભો કરવામાં આવ્‍યો છે જે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે પછી બીજા પક્ષો દ્વારા ઉભો કરવામાં આવેલો વિખવાદ હોય પરંતુ મારું એવું માનવું છે કે મેયર પાટીદાર સમાજની દીકરી હોય તેની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું અને બદનામ કરવાનું છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે.

તેમણે અંતમાં ભાજપના મવડી મંડળને આ અંગે મૂળ સુધી જઈ યોગ્‍ય અને જરૂરી કાર્યવાહી કરવા કહ્યું છે.

(3:23 PM IST)