<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

માસુમ વિદ્યાલયના શિક્ષકનો રતનપર ગામે મંદિરના બગીચામાં ઝેર પી આપઘાત

સાધુ વાસવાણી રોડ પર રહેતાં રજનીકાંત કાલરીયા બાંધકામનો વ્‍યવસાય પણ ભાગીદારીમાં કરતાં હતાં: આર્થિક ભીંસ કારણભુત

રાજકોટ તા. ૧૫: શહેરના સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક સિલ્‍વર આઇકોનમાં રહેતાં અને સામા કાંઠે માસુમ વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરવા સાથે ભાગીદારીમાં બાંધકામનો પણ વ્‍યવસાય ધરાવતાં પ્રોૈઢે મોરબી રોડ પર રતનપરના મંદિરના બગીચામાં ઝેરી દવા પી ભાગીદાર કાંતિભાઇ પટેલને જાણ કરતાં તેમણે ત્‍યાં પહોંચી સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યમા મુજબ કાંતિભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર બારમા ધોરણમાં ભણે છે અને પુત્રી સાસરે છે. પોતે બે ભાઇમાં મોટા હતાં. તેઓ માસુમ વિદ્યાલયમાં ધો-૮, ૯, ૧૦ના સાયન્‍સના છાત્રોને ભણાવતાં હતાં અને સાથે બાંધકામનો ભાગીદારીમાં વ્‍યવસાય કરતાં હતાં. આર્થિક સંકડામણને કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે કાલરીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(4:02 PM IST)