News of Monday, 17th February 2025
માધાપરનું બંધ એસ.ટી.બસ સ્ટેશન બન્યુ લુખ્ખા-અસામાજીકોનો અડ્ડો
એસ.ટી. હિત રક્ષક સમિતિના પોલ ખોલ કાર્યક્રમમાં યુરીનલમાં દારૂની કોથળીઓ મળીઃ અસહ્ય ગંદકી અને ખંઢેર જેવી હાલતઃ બસ સ્ટેશન ચાલુ જ ન કરવાનું હોય તો પતરા લગાવી દેવા અને બેદરકારી દાખવનારાઓ સામે પગલાની માંગ

રાજકોટઃ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા ની સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના માધાપર એસ.ટી બસ સ્ટેશન રાજકોટ વિભાગનું એસ.ટી બસ સ્ટેશન ભૂતિયા મહેલ બની ગયું છે. લાંબા સમયથી બંધ હોવાને પગલે આ સરકારી ઇમારત માં દારૂડિયા, લુખ્ખાઓ અને અસામાજિક તત્વો નું આશ્રય સ્થાન બની ગયું હોય તેવું જણાય છે.
જો આ બસ સ્ટેશન ચાલુ જ ન કરવાનું હોય તો પતરા મારી દેવા જોઇએ. પતરા મારી બંધ ન કરવાને પગલે આ બસ સ્ટેશનમાં અસામાજિક પ્રવળત્તિઓ ફૂલી ફાલી હોય તેવું જણાય છે. ભૂતકાળમાં આવી ખંડેર બનેલી સરકારી ઇમારતોમાં બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટના બની હત્યાઓ પણ થઈ છે. જે રાજકોટ શહેર પોલીસના રેકોર્ડ પર પણ મૌજુદ છે.
બસ સ્ટેશનના યુરિનલમાં દારૂની કોથળીઓ મળતા પોલીસ અને એસ.ટી તંત્ર નું નાક કપાયું છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ઉપરોક્ત આગેવાનોએ પોલ ખોલ કાર્યક્રમ રાખવામાં આવેલ એમાં એસ.ટી અને પોલીસ તંત્રની પોલ ખુલી ગઈ હતી. બાંધકામ ઇજનેર કોઈ મોટી ઘટના બને તેની રાહ જોતા હોય તેવું લાગે છે. આવા બેદરકારી અને લાપરવાહી દાખવનાર અધિકારીઓને પગલે માધાપરના ખંડેર બસ સ્ટેશનમાં અનૈતિક પ્રવળત્તિઓ ચાલી રહી હોય તે અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યોની પોલ ખોલ કાર્યક્રમના અનુસંધાને રજુઆતમાં જણાવેલ છે કે પોલ ખોલ કાર્યક્રમના અનુસંધાનમાં આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તાબા હેઠળના આ એસ.ટી બસ સ્ટેશનના શૌચાલયમાં અને યુરીનલમાં દારૂની દેશી દારૂની ખાલી બેગ જોવા મળી હતી જેના ફોટોગ્રાફ સાથે રજૂઆત કરાઇ છે.
આ માધાપર ચોક બસ સ્ટેશનમાં શૌચાલય અને યુરીનલમાં દારૂબંધી હોવા છતાં દારૂની કોથળીઓ કયાંથી આવી જે સંદર્ભે તટસ્થ તપાસ કરી, રોજ કામ કરીને આજુબાજુના સી.સી ફૂટેજ જોઈ અને એસ.ટીના જવાબદાર અધિકારીઓ કે આ બાબતમાં જે કોઈની સંડોવણી પુરવાર થાય તેની સામે પોલીસ ગુનો દાખલ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા (મોઃ-૯૪૨૬૨ ૨૯૩૯૬), પટેલ નાગજીભાઈ વિરાણી (મોઃ-૯૮૭૯૪૨૬૭૧૮), જીગ્નેશભાઈ બોરડ (મોઃ-૯૫૧૦૪ ૫૫૬૩૫), પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા (મોઃ-૯૦૨૩૯ ૮૪૦૫૨) એ માંગણી ઉઠાવી છે.(૪૦.૧૮)
(2:38 PM IST)










