<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ઝાડા-ઉલ્‍ટી-તાવ-શરદી-ઉધરસના ૨ હજાર કેસ

મચ્‍છરોએ માથું ઉંચક્‍યુઃ ડેન્‍ગ્‍યુના ર દર્દી નોંધાયા : આરોગ્‍ય શાખા દ્વારા ૧૦૯૩ ઘરોમાં ફોગીંગનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતી સબબ ૫૨૨ ને નોટીસ

રાજકોટ તા.૧૭: શહેરમાં  મચ્‍છરજન્‍ય  ડેન્‍ગ્‍યુના ૨ તથા જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૨૦૦૦ થી વધુ  દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગ સાથો સાથ પાણીજન્‍ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૧૦ ફેબ્રુઆરી  થી તા.૧૬ ફેબ્રુઆરી  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાનો ૨ કેસ

છેલ્લા  સપ્તાહમાં ડેન્‍ગ્‍યના બે કેસ નોંધાયો  છે. જયારે ુચિકનગુનીયા,મેલેરીયા નોંધાયો નથી.  સીઝનનાં મેલેરીયા અને  ડેન્‍ગ્‍ય ુ અને ચિકનગુનિયાના એક બે કેસ આવતા ફફડાટ વ્‍યાપી ગયો છે.  નોંધાયા છે.

શરદી-તાવના ૨ હજારથી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૯૧ તેમજ સામાન્‍ય તાવના ૮૧૨ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૮૪ કુલ ૨ હજાર થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.  જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૬૭૩૪  તેમજ સામાન્‍ય તાવના ૫૪૬૪  અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૧૧૫  તથા ટાઇફોડનો ૧૫ તેમજ કમળાના ૨ તથા  મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૦૦ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૩,૧૯૭  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૦૯૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૭૧૫ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૨૨ᅠ લોકોને નોટીસ પાઠવી હતી. (૨૮.૧)

(2:38 PM IST)