તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
લેન્ડગ્રેબીંગઃ આ વખતે કેસનો ધોધઃ રપમીએ કલેકટર સમક્ષ ૧૦૦ કેસ મૂકાશેઃ ર૦ પક્ષકારોને નોટીસો
ગયા વખતે ૬૦થી વધુ કેસમાં માત્ર ૧ સામે ફોજદારીઃ આ વખતે ર થી ૩ મોટા માથાના પણ નામો

રાજકોટ તા. ૧૭: આગામી તા. રપ મીએ રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે લેન્ડગ્રેબીંગ કમિટીની મહત્વની બેઠક મળશે, આ વખતે કેસનો ધોધ વહ્યો હોય તેમ કલેકટર કમિટી સમક્ષ ૧૦૦ જેટલાં કેસો મુકાવાના હોય બેઠક પણ લાંબી ચાલશે.કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીંગ અંગેની ફરિયાદોનો રાફડો ફાટયો છે, જે તે મામલતદાર તથા પોલીસ તંત્ર દ્વારા તપાસ બાબત કેસો મુકાય છે, આ વખતે ૧૦૦ ક઼ેસ હોય તે સંદર્ભે નવા નિયમો મુજબ ર૦ જેટલા પક્ષકારોને નોટીસો આપી સાંભળવા માટે રૂબરૂ બોલાવાયા છે.
ગયા વખતે કમિટી સમક્ષ ૬૦ થી વધુ કેસો મુકાયા હતા, તેમાં માત્ર ૧ કેસમાં ફોજદારી કરવાનો નિર્ણય લેવાયો હતો, આ વખતે તો ર થી ૩ મોટા પણ ઝપટે ચડે તો નવાઇ નહીં તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.
(3:03 PM IST)










