તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
એનડીપીએસના ગુન્હામાં સાત વર્ષથી નાસતો ફરતો રાણા ચૌહાણ પકડાયો
એસઓજીના કોન્સ કિશોરભાઇ ધુધલ અને અમીતભાઇ ટુંડીયાની બાતમી

રાજકોટ તા. ૧૭: ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં સાતવર્ષથી ફરાર શખ્સને એસ.ઓ.જી.ની ટીમે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરની સુચનાથી એસઓજીના પી.આઇ. એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓ જીના પી.આઇફ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.બી. ઘાસુરાસ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં સાતવર્ષથી ફરાર શખ્સ રાજકોટમાં આવ્યો હોવાની કોન્સ કિશોરભાઇ ધુધલ અને અમીતભાઇ ટુંડીયાને બાતમી મળતા આરોપી રાણા રાજુભાઇ ચૌહાણ (રહે. દૂધસાગર રોડ સિધ્ધિ સોસાયટી હાલ જંગલેશ્વર વિક્રમ ચોક પાસે રાધાકૃષ્ણનગર શેરી નં. ૧૬) ને પકડી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો. આ કામગીરી પી.એસ.આઇ.એસ.બી. ઘાસુરા, એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ, કોન્સ કિશોર ભાઇ ધુધલ, અમીતભાઇ ટુંડીયા અને યોગરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.
(3:30 PM IST)










