તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
પતિ અને તેની પ્રેમિકાએ પોલીસ સ્ટેશન બહાર મારકુટ કરી ખૂનની ધમકી દેતાં અફસાનાબેને ફિનાઇલ ગટગટાવી
દૂધ સાગર રોડ પર ભગવતી સોસાયટીની મહિલાએ ભક્તિનગર પોલીસ સ્ટેશન બહાર પગલુ ભર્યુઃ પતિ નદીમ મકવાણા, તેની પ્રેમિકા આસ્તાના મેતર વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો

રાજકોટ તા. ૧૭: દૂધ સાગર રોડ પર ભગવતી સોસાયટીમાં રહેતી પરિણીતાને ભક્તિનગર પોલીસ સ્ટેશન બહાર તેણીના પતિ અને પતિની પ્રેમિકાએ માર મારતાં અને પતિની પ્રેમિકાએ હું તારા પતિને છોડવાની જ નથી, અમારી વચ્ચે આવીશ તો મારી નાખશું તેવી ધમકી આપતાં તેણીને માઠુ લાગતાં ફિનાઇલ પી લેતાં સારવાર માટે ખસેડાઇ હતી.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે દૂધ સાગર રોડ પર સિદ્દીકી મસ્જીદવાળી શેરીમાં ભગવતી સોસાયટીમાં રહેતી અફસાનાબેન ઉર્ફ રૂકસાનાબેન નદીમભાઇ મકવાણા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી દેવપરા ખ્વાઝા એપાર્ટમેન્ટમાં રહેતાં તેના પતિ નદીનમ ગફારભાઇ મકવાણા અને આસ્તાનાબેન ઇમરાનભાઇ મેતર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અફસાનાબેને જણાવ્યું હતું કે હું પતિ, સાસુ, સસરા અને દિયર સાથે રહુ છું. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મારા લગ્નને દસ વર્ષ થયા છે. દોઢ વર્ષ પહેલા મારા પતિને આસ્તાના ઇમરાનભાઇ નામની યુવતિ સાથે અફેર હોઇ તેની મને જાણ થઇ ગઇ હતી. એક વખત મારા પતિ નદીના ફોનમાં આસ્તાનાનો ફોન આવ્યો હતો જે મેં ઉપાડયો હતો ત્યારથી મને ખબર પડી હતી. આ વાતની ખબર મારા સાસુ અમીનાબેનને તથા મારા સસરા ગફારભાઇને તથા ઘરના સભ્યોને પણ પડી હતી. એ પછી મારા પતિને અવાર-નવાર આસ્તાનાના ફોન આવતાં હોઇ મેં તેણીને ફોન નહિ કરવા સમાજવી હતી તેમજ મારા પતિને સમજાવ્યા હતાં છતાં તે તેણી સાથે સંબંધ રાખતાં હતાં.
દરમિયાન રવિવારે સાંજે પોણા પાંચેક વાગ્યે હું ઘરે હતી અને મારા સાસુ, સસરા, પણ હતાં ત્યારે મને મારા સસરા ગફારભાઇએ કહેલુ કે-મને ઇમરાનનો ફોન આવેલો કે તમારો દિકરો નદીમ અને આસ્તાના બંને ખ્વાજા ચોકમાં દેવપરા ખાતે પકડાયેલ છે અને હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાઉ છું. આ પછી હું, મારા સાસુ, કુટુંબી માસીજી મહેમુબદાબેન ભક્તિનગર પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતાં. મારા દિયર મને મુકવા આવ્યા હતાં. પોલીસ સ્ટેશનમાં મારા પતિ નદીમ અને આસ્તાના બંને હાજર હતાં. અહિ આ બંનેએ મારી સાથે ઝઘડો બોલાચાલી કરી હતી.
આ પછી હું પોલીસ સ્ટેશન બહાર બેઠી હતી ત્યારે આસ્તાના બહાર આવી હતી અને મને મારકુટ કરી કહેલું કે-હું તારા પતિને નીહ મુકુ, તેમજ પતિએ પણ આવીને કહેલુ કે જો અમારી વચ્ચે આવીશ તો મારી નાખશું. તેમ કહી મારા પતિ અને આસ્તાના બંનેએ મને મારકુટ કરી હતી. જેથી મને માઠુ લાગી જતાં નદીકમાં દુકાનેથી ફિનાઇલ લાવી પોલીસ સ્ટેશન બહાર પી ગઇ હતી. ત્યાંથી મને હોસ્પિટલે ખસેડાઇ હતી. સારવાર મળી જતાં મને સારુ થઇ ગયું હતું. મારા પતિને આસ્તાના સાથે અફેર હોઇ તેનો વાંધો ઉઠાવતાં મને પોલીસ સ્ટેશન બહાર માર મારી ધમકી આપતાં મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં તેણીએ કહેતાં એએસઆઇ વાય. સી. જરગેલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (૧૪.૧૦)
(4:49 PM IST)










