તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત સપ્તાહનું અલૌકીક આયોજન
ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રની અદ્ભુત ગાથા પૂ. જીજ્ઞેશદાદા (રાધે...રાધે)ના વ્યાસાસને : ૧૦૮ પોથીજીના દર્શનનો લ્હાવો લાખો ભાવિકોને પ્રાપ્ત થશેઃ ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે પવિત્ર વાતાવરણમાં અદ્કેરૂં-સમાજલક્ષી આયોજનઃ પોથીજી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરી શકાય છેઃ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ ભવ્ય-દિવ્ય અવસરને દીપાવવા માટે સક્રીય

રાજકોટ તા.૧૭: રાજકોટના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહની ૧૦૮ પોથીજીના દર્શનનો અનેરો લ્હાવો લાખો ભાવિકોને પ્રાપ્ત થવા જઇ રહયો છે. વિશ્વના સોૈથી મોટો લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે પવિત્ર વાતાવરણમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું અલોૈકીક- અદકેરૂ સમાજલક્ષી આયોજન કરવામાં આવ્યું છે.
અકિલા પરિવારના મોભી જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રની અદભુત ગાથા વિશ્વ પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પુ.જીગ્નેશદાદા (રાધેરાધે)ના વ્યાસાસને રજુ કરવામાં આવશે, જેમાં લાખો ભાવિકો- શ્રધ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધીને ધન્યતા અનુભવશે. કથાનો સમય બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. દરરોજ કથાની પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.
સમગ્ર ભાગવત સપ્તાહને ‘‘અકિલા'' લાઇવના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી- નિહાળી શકે તે માટે પણ સુદ્રઢ વ્યવસ્થા રાખવામાં આવશે. સમગ્ર ભાગવત સપ્તાહના આયોજનને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ- સહકાર- હુંફ મળી રહયા છે.
પોથીજીની નોંધણી તથા શ્રીમદ ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા દરમ્યાન રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવાડ રોડ, રાજકોટ (મો.૯૫૩૭૭ ૧૧૭૭૪)નો સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય દિવ્ય-અલોૈકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બચ્છા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. (પ-૧પ)
(3:30 PM IST)










