<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

અશાંતધારોઃ જીવનપ્રભા કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીની ચોંકાવનારી રજૂઆતઃ વીમાનગરના રહેવાસીઓએ વિધર્મીઓને વેચાણ કર્યું

આવેદનની નકલ કલેકટર-ધારાસભ્‍ય-મ્‍યુ. કમીશ્‍નર-પોલીસ કમિશ્‍નરને પણ નકલ મોકલાઇ... અન્‍ય સોસાયટીના પણ નામો આપ્‍યાઃ તપાસ કરવા-દસ્‍તાવેજો રદ્દ કરવા સહિતનું સીટી પ્રાંત-૧ ને આવેદન

રાજકોટ તા. ૧૭: જીવન પ્રભા કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી-૧, વિમાનગર રૈયા રોડના રહેવાસીઓ-હોદેદારોએ સીટી પ્રાંત-૧ને આવેદન પાઠવી અશાંતધારા હેઠળની વિસ્‍તાર વિમાનગર, અલકાપુરીમાં અશાંતધારો અમલી બન્‍યા બાદ વિધર્મીએ ખરીદ કરેલ મિલકતનું વેચાણ રદ્દ કરવા તથા વિધર્મીને મિલકત ખરીદવા અંગેણી મંજુરી નહીં આપવા માંગણી કરી છે.

આવેદનમાં ઉમેર્યું હતું કે, અશાંતધારા હેઠળના વિસ્‍તારોમાં, છોટુનગર કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આસુતોષ સોસાયટી, સિંચાઇનગર સોસા., આરાધના સોસાયટી, સ્‍વસ્‍તિક સોસાયટી, પ્રગતિ સોસાયટી, ઇન્‍કમટેકસ સોસાયટી, બેન્‍ક ઓફ બરોડા સોસાયટી, દિવ્‍ય સિદ્ધિ સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, કૃષ્‍ણ કુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્ષ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્‍વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્‍લોટ, નહેરૂનગર સોસાયટી, રાજનગર અને અલકાપુરીનો સમાવેશ થાય છે.

અશાંતધારા હેઠળના ઉકત વિસ્‍તારોમાં કુલ માનવ વસ્‍તીના ૯૦% થી વધુ માનવ વસ્‍તી હિન્‍દુઓની છે. બાકીના ૧૦% જેટલી માનવ વસ્‍તી વિધર્મીઓની હોવાથી સંબંધીત વિસ્‍તારોમાં વિધર્મીઓ મિલકત ખરીદ વેચાણ કરી શકે નહીં.

ઉકત વિસ્‍તારો પૈકીની શ્રી જીવનપ્રભા કો. ઓપ. હાઉ. સોસા. લિ. રજીસ્‍ટ્રાર ઓફ સોસાયટીઝમાં વર્ષ ૧૯૭પ થી નોંધાયેલી સોસાયટી છે. જેમાં ૪૦ હિન્‍દુ સભ્‍યો પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તેમજ આ વિસ્‍તારની લાગુ રજીસ્‍ટર્ડ સોસાયટીઓ જેમ કે, પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, નિરંજની સોસાયટી, નવયુગ સોસાયટી, ઇન્‍કમટેક્ષ સોસાયટી, છોટુનગર સોસાયટી આશરે પ૦ વર્ષ કે઼ તેથી વધુ વર્ષથી રજીસ્‍ટર્ડ થયેલ છે. અને તેમાં હજારો હિન્‍દુ પરિવારો ૪ કે તેથી દાયકાઓથી એટલે કે, ૩ કે તેથી વધુ પેઢીથી વસવાટ કરે છે.

અશાંતધારા હેઠળ સમાવિષ્‍ટ વિસ્‍તાર

વિમાનગર શેરી નં. ૧ માં ત્રણ મકાન ધારકોએ કલેકટરની પૂર્વ મંજુરી વગર પોતાની મિલકતોનું વિધર્મીઓને વેચાણ કરવા અંગેની કાર્યવાહી ચાલુ કરી, આ વિસ્‍તારમાં અશાંતધારાનો ભંગ કરી, આ વિસ્‍તારની શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કરેલ છે. જેથી સંબંધિત મિલકતધારકો દ્વારા મિલકત વેચાણની પૂર્વ મંજુરી આપવા અંગે આપની કચેરી ખાતે અરજી કરેલ હશે અથવા તો આગામી દિવસોમાં આ અંગેની અરજી મિલકત વેચનાર અથવા મિલકત ખરીદનાર (વિધર્મી) દ્વારા આપની કચેરી ખાતે અરજી કરવામાં આવશે. જેથી સત્‍વરે સંબશ્રંધિત તમામ લિકતધારકોને નોટીસ આપી સંબંધિત મિલકતોની વેચાણ કાર્યવાહી અટકાવવા તેમજ સંબંધિત મિલકતોનું તેમજ આ વિસ્‍તારમાં આવેલ અન્‍ય મિલકતોનું વિધર્મીઓને વેંચાણ થતું અટકાવવા આપને વિનંતી છે. તેમજ વિશેષમાં, અશાંતિધારા હેઠળ સમાવિષ્‍ટ વિસ્‍તારઃ વિમાનગર શેરી નં. ૩ માં આવેલ એક મીલકત, વિમાનગર શેરી નં. ર/૩ના કોર્નર પર આવેલ મિલકતો તથા વિમાનગર શેરી નં. ર તેમજ પ્રગતિ સોસાયટીના કોર્નર પર આવેલ મિલકતોના ધારકોએ પોતાની મિલકતોનું વિધર્મીઓને વેચાણ કરેલ છે. તેમજ તે મિલકતોના વેચાણ અંગેનો રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજ પણ થઇ ગયેલ હોવાનું અમારી જાણમાં છે.

(૧) સંબંધિત મિલકતોની આસપાસ વસવાટ કરતા હિન્‍દુ મિલકતધારકોની વાંધા અરજી હતી કે કેમ? (ર) સંબંધિત મિલકતોના દસ્‍તાવેજ રજીસ્‍ટર્ડ કરતા પહેલા સંબંધિત મિલકતોની આસપાસ વસવાટ કરતા હિન્‍દુ મિલકતધભારકોની રજૂઆતો તેમજ લેખિતમાં ‘‘ના વાંધા પ્રમાણપત્ર'' મેળવવામાં આવેલ છે. કે કેમ? (૩) સંબંધિત મિલકતો તેમજ તેને લાગુ મિલકતોની રૂબરૂ સ્‍થળ ચકાસણી/તપાસ કરવામાં આવેલ છે. કે કેમ?

ઉપરોકત વિગતોએ આપની કક્ષાએ સત્‍વરે તપાસ કરાવી, સત્‍વરે સંબંધિત મિલકતધારકોને નોટીસ આપી, સંબંધિત મિલકતોનું થયેલ વેચાણ અટકાવવા તેમજ સંબંધિત મિલકતોનું તેમજ આ વિસ્‍તારોમાં આવેલ અન્‍ય મિલકતોનું વિધર્મીઓને વેંચાણ થતું અટકાવવા આપને વિનંતી છે.

વિશેષમાં, ઉપરોકત મિલકતોના થયેલ/થનાર વેચાણ સામે ઉપરોકત તમામ સોસાયટીના હજારો સભ્‍યો તેમજ પરિવારોનો ઉગ્ર વિરોધ છે, જે બાબત આપ ધ્‍યાને લઇ, ઉકત વિસ્‍તારોમાં અશાંતધારો અમલી બન્‍યા બાદ વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદી અંગેના કરવામાં આવેલ દસ્‍તાવેજ રદ્દ કરવા તથા વિધર્મીઓને મિલકત ખરીદ કરવા અંગેની મંજુરી નહીં આપવા અંગે સત્‍વરે જરૂરી કાર્યવાહી કરવા આપને વિનંતી છે. આ આવેદનની નકલ કલેકટર ઉપરાંત, ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ, પોલીસ કમિશ્‍નર, મ્‍યુ. કમિશ્‍નર, ગાંધીગ્રામ પોલીસ ઇન્‍સ્‍પેકટરને મોકલાઇ છે.

(4:50 PM IST)