તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 17th February 2025
રાજકોટમાં સવારે ધુમ્મસઃ ગરમી-તાપ વધશે !
ન્યુનતમ તાપમાન પણ ઉંચકાયુ ૧૯ ડીગ્રીઃ ભેજ ૯૪ ટકાઃ દિવસનું તાપમાન પણ વધ્યુ

રાજકોટઃ ઠંડીએ વિદાય લઇ લીધી હોય તેવું ચોકકસપણે લાગી રહયું છે. સવારના અને દિવસના તાપમાનમાં વધારો થઇ રહયો છે. ગરમીનો અનુભવ થાય છે. દરમિયાન આજે સવારે રાજકોટ સહિતના અનેક ભાગોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું.
રાજકોટ શહેરમાં આજે પヘમિ પવન ફુંકાઇ રહયો છે. જેના લીધે સવારે ધુમ્મસ જોવા મળ્યું હતુ. ન્યુનતમ તાપમાનમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. સવારનું તાપમાન ૧૯ ડીગ્રીએ પહોંચી ગયું છે. તો ભેજનું પ્રમાણ ૯૪ ટકા છે. છેલ્લા બે દિવસથી દિવસનુ તાપમાન પણ ૩૪ ડીગ્રીની આસપાસ નોંધાઇ રહયું છે.
અત્રે એ નોંધનીય છે કે આ વખતે ઠંડીએ એક ઝાટકે વિદાય લઇ લીધી છે અને દિવસના તાપમાનમાં પણ સતત ઉછાળો જોવા મળી રહયો છે. સામાન્યતઃ માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં ગરમી વધતી હોય છે.
હવામાન શાષાીઓના જણાવ્યા મુજબ સવારના અને દિવસના તાપમાનમાં હજુ પણ વધારો થશે.
(3:56 PM IST)










