<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

લારી છોકરાને અડી જતાં પાણીપુરીવાળા વિમલ પર બે શખ્‍સનો સળીયાથી હુમલો

ચુનારાવાડમાં બનાવઃ હરિ, ધુરીયો સહિતના તૂટી પડયા

રાજકોટ તા. ૧૭: ચુનારાવાડ-૧માં રહેતાં વિમલ રમશીયાભાઇ પ્રજાપતિ (ઉ.વ.૩૨) નામના પાણીપુરીના ધંધાર્થી પર આ વિસ્‍તારના જ હરિ અને ધુરીયાએ લોખંડના સળીયાથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વિમલના કહેવા મુજબ પોતે પાણીપુરીની લારી લઇને નીકળ્‍યો ત્‍યારે ધુરીયા સહિતના છોકરા રસ્‍તા પર ક્રિકેટ રમતાં હોઇ પોતે સાઇડમાંથી લારી કાઢતો હતો એ વખતે છોકરો દોડતાં અથડાઇ ગયો અને તેને સ્‍હેજ લાગી ગયું હતું. આ બાબતનો ખાર રાખી હુમલો કરાયો હતો

(4:50 PM IST)