<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

સ્‍ટ્રોબેરીના ફાર્મ ઉપર વિઝીટ લઇ મનપસંદ સ્‍ટ્રોબેરી ચૂંટી શકશો...

 

રાજકોટઃ રાજકોટ થી ગોંડલ અને ત્‍યાંથી  વીરપુર જૂનાગઢના રસ્‍તે જતા ગોમટા પાસે આવેલ ગોપાલ ફાર્મ દ્વારા તેમના સુંદર  મજાના સ્‍ટ્રોબેરી ફાર્મ ઉપર સ્‍ટ્રોબેરીનો ખૂબ જ સરસ પાક આવ્‍યો છે.ફાર્મના સંચાલકોએ જણાવ્‍યુ ંછે કે  અમારા ગોપાલ ફાર્મની સ્‍ટ્રોબેરી માટે સરપ્રાઇઝ ઓફર લઇને અમે આવ્‍યા છીએ. લોક લાગણી અને માંગણીને માન આપીને અમારા ગોમટા ખાતેના ગોપાલ ફાર્મ ઉપર લોકોને વિઝીટ આપવાનું નકકી કયુઁ છે. માત્ર વિઝીટ નહી પણ સ્‍ટ્રોબેરી ફાર્મમાં આવી તમારી મનપસંદ સ્‍ટ્રોબેરી સિલેકટ કરી ચંૂટી પણ શકશો.  આ માટે ગોપાલ ફાર્મ ગોમટા ઉપર દરરોજ બપોરે ૪ થી ૬  વચ્‍ચે એન્‍ટ્રી અપાશે. ‘‘પર હેડ'' એન્‍ટ્રી ફી ૨૦૦ રૂા. રાખી છે. પસંદ કરેલ સ્‍ટ્રોબેરીના વજનથી ૪૦૦ રૂા. પ્રતિ કિલોનો ભાવ ચૂકવવાનો રહેશે. વનભોજન કરવું હોય તો સાથે લાવેલ ભોજન નાસ્‍તો વિ.પણ કરી શકશો. હેતુ માત્ર આપશ્રીને ફાર્મ બતાવવાનો અને કાયમી યાદગીરી માટેનો છે. (રાજુભાઇઃ મો.૯૪૨૮૦૩૫૫૦૦)

(4:37 PM IST)