News of Monday, 17th February 2025
મનપામાં ખાલી જગ્યા ભરવા કાર્યવાહીઃ વિવિધ ૪ કેટેગરીની બીજીએ અમદાવાદ ખાતે પરીક્ષા
ટાઉનપ્લાનર, મેનેજર (ઇન હાઉસ), વોર્ડ ઓફિસર (ઇન હાઉસ) તથા ઓફિસ સુપ્રિટેન્ડન્ટ (ઇન હાઉસ) ની ર૮ જગ્યા માટે ૬૬૯ ઉમેદવારઃ ર૪ ફેબ્રુઆરીથી મનપાની વેબસાઇટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે

રાજકોટ, તા. ૧૭: મ્યુનિ. કોર્પોરેશનમાં ખાલી જગ્યા ભરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આગામી રજી માર્ચના (ટાઉનપ્લાનર/સીધી ભરતી) તથા મેનેજર, વોર્ડ ઓફિસર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ (ઇન હાઉસ) ની ર૮ ખાલી જગ્યા ભરવા અમદાવાદ ખાતે લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
મનપામાં હાલ અડધો અડધ જગ્યા ખાલી છે ત્યારે છેલ્લા ઘણા સમય પહેલા મનપા તંત્ર કાબેલીદારી વિવિધ કેટેગરીની ર૯ ખાલી જગ્યા ભરવા લાયકાત ઉમેદવારો પાસેની ઓન લાઇન અરજી મંગાવામાં આવી હતી. તબકકા વાઇઝ તંત્ર દ્વારા કેટેગરી વાઇઝ લેખીત પરીક્ષા પણ લેવામાં આવી હતી અને મેરીટ આધારીત ઉર્તિણ ઉમેદવારોને ઓર્ડર પણ આપવામાં આવ્યા છે.
જયારે મનપાના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનર ઓફિસર ભરતી કરવાની નિર્ણય કરવામાં આવ્યો હતો એને માટે અરજી મંગાવવામાં આવતા ૧૮૩ અરજી આવી છે.
આ ઉપરાંત મેનેજર (ઇનહાઉસ) ની ૯ સામે ૧૮૮, વોર્ડ ઓફીસર (ઇનહાઉસ)ની ૫ સામે ૧૪૫, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની ૧૧ સામે ૧૫૩ અરજીઓ આવી છે. આ વિવિધ કેટેગરીની લેખીત પરીક્ષા સવારે ૧૦:૩૦ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી તબક્કા વાઇઝ યોજાશે. દરેક કેટેગરીમાં લેખીત પરીક્ષાનો સમય દોઢ કલાકનો રાખવામાં આવ્યો છે.
ઉમેદવારોએ લેખીત પરીક્ષાના કોલલેટર ૨૪ ફેબ્રુઆરીના રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઇટ www.rmc. gov.in પરથી ડાઉનલોડ કરી શકશે.(૬.૧૬)
જુદી જુદી જગ્યાઓ માટે કેટલા ઉમેદવારો
જગ્યાનું નામ ખાલી જગ્યા આવેલ અરજીઓની સંખ્યા
ટાઉન પ્લાનર ૦૩ ૧૮૩
મેનેજર (ઇન હાઉસ) ૦૯ ૧૮૮
વોર્ડ ઓફિસર (ઇન હાઉસ) ૦પ ૧૪પ
ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ૧૧ ૧પ૩
(ઇન હાઉસ)
કુલ ર૮ ૬૬૯
(4:44 PM IST)










