તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 18th February 2025
કાલે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા : જલગંગા ચોકથી પ્રારંભ
જય શિવરાય ગ્રુપ, મહારાષ્ટ્ર યુવક મંડળ, મરાઠી સમાજનું સંયુકત આયોજન : બપોરે ૧ વાગ્યે સંતકબીર રોડ, જલગંગા ચોકથી શોભાયાત્રાને પ્રસ્થાન : મહારાષ્ટ્રીય પોષાક અને લેઝીમ નૃત્ય આકર્ષણ જમાવશે

રાજકોટ તા. ૧૮ : જય શિવરાય ગ્રુપ, મહારાષ્ટ્ર યુવક મંડળ (સોની બજાર), પેડક રોડ મરાઠી સમાજ તેમજ તમામ મરાઠી સમાજ દ્વારા રાજકોટમાં કાલે તા. ૧૯ ના હિન્દવી સ્વરાજય સંસ્થાપક છત્રપતિ શ્રી શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવા આયોજન કરાયુ છે. આ નિમિતે વિશાળ શોભાયાત્રા યોજાશે. જે કાલે બપોરે ૧ વાગ્યે જલગંગા ચોક, સંતકબીર રોડથી પ્રારંભ થશે અને બાલક હનુમાન મંદિર, પટેલ વાડી, પારેવડી ચોક, કેસરી પુલ, દરબાર ગઢ, સોની બજાર, કોઠારીયા નાકા, ભુપેન્દ્ર રોડ, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક શ્રી શિવાજી મહારાજ સ્મારક ખાતે સમાપન પામશે.
મહારાષ્ટ્રીય પોષાક, મહારાસ્ટ્રીય લેઝીમ નુત્ય તેમજ શિવાજી મહારાજના જયઘોષથી માર્ગો ગજાવી દેવાશે. ઉલ્લેખનીય છે કે શ્રી શિવાજી જન્મ જયંતિ નિમિતે કાલે તા. ૧૯ ના સવારે પ વાગ્યે ઠેબચડા ગામે શ્રી આશાપુરા માતાના મંદિરથી પગપાળા ‘ભવાની જયોત' પ્રજવલિત કરી રેલી પ્રસ્થાન સ્થળે લાવવામાં આવશે. જયાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની સુશોભિત મુર્તિ શણગારેલી બગીમાં બિરાજીત કરી શોભાયાત્રાનો ભવાની જયોત સાથે બપોરે ૧ વાગ્યે પ્રારંભ કરાશે. વધુને વધુ લોકોએ સામેલ થવા જય શિવરાજ ગ્રુપ રાજકોટ (મો.૮૭૩૫૮ ૫૦૩૯૭)ની યાદીમાં જણાવાયુ છે.
(12:12 PM IST)










