<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

પાયલ હોસ્‍પિટલમાં મહિલા દર્દીની તપાસના વિડીયો વાયરલઃ એક સકંજામાં

જેના પર વિડીયો મુકાયા હતાં તે મેઘા એમબીબીએસની યુ-ટયુબ, ટેલિગ્રામ ચેનલોમાંથી તુરંત વિડીયો દૂર કરાયાઃ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ :રાજકોટ સહિત રાજ્‍યભરમાં ચકચારઃ હોસ્‍પિટલના સ્‍ટાફની સંડોવણી છે કે કેમ? તેની પણ તપાસ : અમદાવાદ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભીઃ એક યુ-ટયુબરની પુછતાછઃ અનેક વિડીયો પોસ્‍ટ કરી કમાણી કરાતી હોવાની વિગતો ખુલતાં ચકચારઃ રાજકોટ હોસ્‍પિટલના ડિરેક્‍ટરે કહ્યું-કોઇએ અમારા ફુટેજ હેક કર્યા છે, અમે ફરિયાદ કરી તપાસમાં સહકાર આપશું

રાજકોટ તા. ૧૮: ડોક્‍ટરને દર્દીઓ ભગવાનનું સ્‍વરૂપ માની તેમના પર વિશ્વાસ મુકતાં હોય છે. પરંતુ ઘણીવાર ડોક્‍ટર અને હોસ્‍પિટલના સ્‍ટાફ દ્વારા દર્દીઓ સાથે જે થતું હોય છે તે ચોંકાવનારૂ હોય છે. રાજકોટની એક મેટરનીટી હોસ્‍પિટલમાં મહિલા દર્દીની સોનાગ્રોફી થતી હોય તેના સીસીટીવી ફુટેજ યુ-ટયુબ અને ટેલીગ્રામ પર કોઇ વિકૃતિયાઓએ મુકી દેતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી એક યુ-ટયુબરની અટકાયત કરી છે. રાજકોટના દોઢસો ફુટ રીંગ રોડ પર રૈયા સર્કલ પાસે આવેલી અને મવડીમાં પણ બ્રાંચ ધરાવતી પાયલ મેટરનીટી હોમ હોસ્‍પિટલમાં મહિલા દર્દીને ઇન્‍જેક્‍શન અપાય, શારીરિક તપાસ થાય તેની અને નર્સ વચ્‍ચે વાતચીત થાય તેના સીસીટીવી ફુટેજ વાયરલ થઇ ગયા હતાં. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ધ્‍યાને આ વાત આવતાં રાજકોટ પોલીસ પણ દોડી ગઇ હતી. જો કે ડોક્‍ટર-સંચાલકોએ સીસીટીવી ફૂટેજ હેક થઇ ગયાનો બચાવ કર્યો હતો. જ્‍યાં મહિલા દર્દીની ચકાસણી થતી હોય ત્‍યાં  સીસીટીવી કેમેરા રખાયા શા માટે? તે સવાલ પણ તપાસ માંગી લે તેવો છે.

આ સમગ્ર કિસ્‍સામાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી એકને સકંજામાં લીધો છે.

 કેટલાક વિકળત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓના બ્રેસ્‍ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, બાળકના જન્‍મથી લઈને સિટી સ્‍કેન ચેકઅપના સીસીટીવી ફૂટેજના પાંચ હજારથી વધુ વીડિયો સોશિયલ મીડિયા ચેનલો, ટેલિગ્રામ, યુટયુબ પર અપલોડ કરવામાં આવ્‍યા છે. જે મહિલા દર્દીઓની -ાયવસીને ખતરામાં મૂકતી આ ઘટનાથી હાહાકાર મચી જવા પામ્‍યો છે. મેઘા એમબીબીએસ નામની ટેલિગ્રામ ચેનલ પર વીડિયો અપલોડ થયા હતાં. આ વાઈરલ વીડિયોમાં ગુજરાતી ભાષામાં વાતચીત થઈ રહી હોવાનું સંભળાયુ હતું. તપાસ દરમિયાન આ વિડીયો પૈકી અમુક વિડીયો રાજકોટની પાયલ મેટરીનીટી હોમ હોસ્‍પિટલનો હોવાનો ઘટસ્‍ફોટ થતાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની સુચના અનુસાર રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ત્‍યાં પહોંચી તપાસ કરી હતી. જો કે આ મામલે તપાસ અમદાવાદ પોલીસ જ કરવાની હોય રાજકોટ પોલીસે ઉપરની સુચના અનુસાર વિગતો પુરી પાડી હતી.

મહિલાઓની પ્રાઇવસી ભંગ કરતા સીસીટીવી ફુટેજના વ્‍ડિીયો  ૯૯૯ રૂપિયાના સબસ્‍ક્રિપ્‍શનમાં મેમ્‍બરશિપ આપીને આ વીડિયો બતાવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે. તેવી પણ ચર્ચા છે. સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ૧૫ જેટલા ગ્રૂપ બનાવવામાં આવ્‍યા છે જેમાં ૫ હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્‍યા છે. અલગ અલગ ચેકઅપના ફોલ્‍ડર બનાવવામાં આવ્‍યા છે. જેમાં મહિલાઓના બ્રેસ્‍ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, બાળકનાં જન્‍મથી લઈને સિટી સ્‍કેન ચેકઅપ સહિતના વીડિયો ઉપલબ્‍ધ છે. આ ફોલ્‍ડરમાં બાળક જન્‍મના ૫૦, એક્‍સ-રેના ૨૫૦થી વધુ, ઇન્‍જેક્‍શનના ૨૫૦થી વધુ અને ગાયનેક તપાસના ૨૫૦૦થી વધુ વીડિયો ક્‍લીપ ઉપલબ્‍ધ હોવાનો દાવો કરાયો છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે અને હાલમાં મેઘા એમબીબીએસ યુટયુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપના સંચાલક સામે સાયબર ક્રાઇમ આઇટી ઍક્‍ટ ૬૬-ઇ અને ૬૭ કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ કરી એક શખ્‍સને પુછતાછ માટે ઉઠાવી લેવાયો છે.

ઘટના જાહેર થતાં રાજકોટની પાયલ હોસ્‍પિટલ ખાતે મિડીયા ટીમો અને પોલીસ દોડી ગયા હતાં આ વખતે હોસ્‍પિટલના ડિરેક્‍ટર ડો. સંજય દેસાઇએ કહ્યું હતું કે અમારા સીસીટીવી કેમેરા હેક થયાનો અને જ્‍યાં તપાસ થતી હતી ત્‍યાં મોંઘી મશીનરી હોઇ જેની સુરક્ષા માટે કેમેરા રાખ્‍યા હોવાનો લુલો બચાવ કર્યો હતો. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડિયા જણાવ્‍યું હતું કે સાયબર ક્રાઈમના ધ્‍યાને યુટયૂબ અને ટેલિગ્રામ ચેનલ ધ્‍યાનમાં આવી છે, જેમાં આ -કારનો વીડિયો વાઈરલ થયા છે. આ વીડિયોનું કન્‍ટેન્‍ટ શું છે એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ૬ જાન્‍યુઆરીએ યુટયૂબ પર અને સપ્‍ટેમ્‍બર ૨૦૨૪માં ટેલિગ્રામ ચેનલ બનાવીને આ વીડિયો વાઈરલ કર્યા હોવાનું સામે આવ્‍યું છે. આ વીડિયો કોણે અને કયા ઉદ્દેશથી બનાવ્‍યા? વાયરલ કર્યા એ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે અને એકને ઉઠાવી લઇ પુછતાછ શરૂ થઇ છે.

બનાવની જાણ થતાં રાજકોટનાં  ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે દરેક ડોકટર પેશન્‍ટ દર્દીઓની બાબત ગુપ્ત રહે એનું ધ્‍યાન રાખતા હોય છે. આ કોઈ લેભાગુ તત્ત્વો દ્વારા પૈસાની લાલચે આ કળત્‍યુ કર્યું છે, તેને છોડવામાં નહીં આવે. આ મામલે કડક કાર્યવાહી કરવા સુચના અપાઇ છે.

(2:52 PM IST)