<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

કાલે મનપાનું જનરલ બોર્ડઃ ૩૧.૧૮અબજના બજેટને બહાલી અપાશે

બજેટ ચર્ચાશેઃ પ્રશ્‍નોતરી નહિં થાયઃ મિલ્‍કત વેરામાં વળતર યોજના, શિક્ષણ સમિતિના બજેટ સહિતની ૧ર દરખાસ્‍તો

રાજકોટ તા. ૧૮: ગત સપ્‍તાહે સ્‍ટેન્‍ડિંગ કમિટીએ મ્‍યુનિ. કોર્પોરેશનનું વર્ષ ર૦રપ-ર૬નું ૩૧.૧૮ અબજનું બજેટ મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી માટે મોકલી આપતા મેયર નયનાબેન પેઢડીયાની અધ્‍યક્ષતામાં બુધવારે તા. ૧૯ના સવારે ૧૧ વાગ્‍યે જનરલ બોર્ડ મળશે. કાલે મળનાર બોર્ડમાં  માત્ર ને માત્ર બજેટની કરવેરા દરખાસ્‍તો અંગે ચર્ચાઓ થશે. પ્રશ્‍નોતરી નહિં થાય. આ અંગે સત્તાવાર પ્રાપ્‍ત માહિતી મુજબ મેયરશ્રીને પ્રસિધ્‍ધ કરાવેલા એજન્‍ડમાં ધી જી.પી.એમ.સી. એક્‍ટ ૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના રજુ કરવાના થતા આવક-ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલાઇઝ્‍ડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ/ દસ્‍તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્‍ત વર્ષો દરમ્‍યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એક્‍ટ ૧૯૪૯ની કલમ-૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર મંજુર કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સામાન્‍ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાણી દર નિયત કરવા અંગે.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખુલ્લા પ્‍લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે વાહન કર નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે થિએટર ટેક્ષ નિયત કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા.

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઓનલાઇન પેમેન્‍ટમાં વળતર આપવા

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે એન્‍વાયરમેન્‍ટ ચાર્જ નિયત કરવા

આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફાયર ટેક્‍સ(કર) નિયત કરવા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિત ૧ર દરખાસ્‍તોને બહાલી અપાશે.

(2:58 PM IST)