<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વિદ્યાર્થી ભણીને સંસ્‍કારી મનુષ્‍ય બને એ જ શિક્ષણની સાર્થકતા : રામનાથ કોવિદ

રાજકોટ ગુરૂકુલની સુરત શાખાની મુલાકાતે પૂર્વ રાષ્‍ટ્રપતિ ગુરૂકુલમાં કુલ ૪૦ હજાર છાત્રોને સંસ્‍કાર સાથે શિક્ષણ : રાકેશભાઇ દુધાત

રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુલની સુરત વેડ રોડ શાખાની મુલાકાતે ભૂતપૂર્વ  રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આવતા સંતો અને હરિભકતોએ આવકારેલ તે પ્રસંગની તસ્‍વીર.
રાજકોટ
, તા., ૧૮:  ભારતના પૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે સુરત શહેરના વેડરોડ ખાતે રાજકોટ ગુરૂકુલ સંસ્‍થા દ્વારા સંચાલિત સ્‍વામિનારાયણ ગુરૂકુલની  મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ભગવાન સ્‍વામિનારાયણ મૂર્તિનું પૂજન-અર્ચન કરીને સંતોના આશીર્વાદ મેળવ્‍યા હતા.

આ પ્રસંગે ઉદ્યોગકાર અને ગુરૂકુલના ભુતપૂર્વ વિદ્યાર્થી રાકેશભાઈ દુધાતે શ્રી રામનાથ કોવિંદજીને આવકારતા જણાવ્‍યું કે, શાષાી શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ સાંસ્‍કળતિક વિરાસતના પુનઃસ્‍થાપન માટે ઈ.સ. ૧૯૪૮માં રાજકોટમાં  પ્રથમ ગુરૂકુલની સ્‍થાપના કરી હતી. આજે સમગ્ર ભારતમાં ૬૦ ગુરૂકુલમાં ૪૦ હજાર વિદ્યાર્થીઓ સંસ્‍કારોની સાથે વિદ્યા ગ્રહણ કરી રહ્યા છે.

પૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીને અભ્‍યાસ કરાવી ડોક્‍ટર, વકીલ, એન્‍જીનિયર બનાવવા એ સાચું શિક્ષણ નથી, પરંતુ ‘ઈન્‍સાન'-માણસ બનાવવો, સંસ્‍કારવાન બનાવવો એમાં જ શિક્ષણની સાર્થકતા સમાયેલી છે.

તેમણે સુરત સ્‍વામિનારાયણ ગુરૂકુલમાં શિક્ષણ અને ધર્મનો સુભગ સમન્‍વય થયો છે એમ જણાવી શાંતિ પમાડે તેને સંત કહેવાય, સંતની સમીપ જતા શાંતિ અને પરમ ઉર્જાનો અનુભવ થાય એ ખરા અર્થમાં સંત છે. સાચા માર્ગે જીવન જીવતો વ્‍યવહારિક વ્‍યક્‍તિ પણ સંત છે એમ જણાવી સંતત્‍વ અને શિક્ષણમાં ધર્મ અને કર્મપરાયણતાનું મહત્‍વ સમજાવ્‍યું હતું. 

 પૂર્વ રાષ્‍ટ્રપતિશ્રીએ રાજકોટ ગુરૂકુલ સંસ્‍થા, અને તમામ ગુરૂકુલની સેવાભાવનાને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી. 

વેડરોડ ગુરૂકુલના સ્‍વામી શ્રી ધર્મવલ્લભદાસજીએ જણાવ્‍યું હતું કે, યુવાપેઢીમાં વિદ્યાની સાથે સંસ્‍કાર ભળે ત્‍યારે માનવથી મહામાનવ બને છે,  આ સદ્દકાર્ય ગુરૂકુલના માધ્‍યમથી થઈ રહ્યું છે એમ જણાવી સર્વના કલ્‍યાણની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રામનાથ કોવિંદના હસ્‍તે રમત ગમત, યોગ તથા અભ્‍યાસ ક્ષેત્રે ઉત્‍કળષ્ટ યોગદાન આપનારા ગુરૂકુલના વિદ્યાર્થીઓ, હરિભકતોનું સન્‍માન કરાયું હતું.

   પ્રારંભમાં વિદ્યાર્થીઓએ બેન્‍ડ દ્વારા સ્‍વાગત કર્યું હતું . પ્રાર્થના મંદિરમાં તેઓશ્રીએ સ્‍વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામી સાથે ભગવાનનું પૂજન તથા આરતી કરી હતી. ગુરુકુલના       વિદ્યાર્થીઓના સ્‍વાગત નળત્‍ય બાદ શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીએ ૧૦,૦૦૦ તલના દાણાનો બનાવેલ હારથી શ્રી રામનાથ કોવિંદજીનું સ્‍વાગત અભિવાદન કરેલ. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉદ્યોગપતિ શ્રી રાકેશભાઈ દૂધાતે કોવિંદજીનું શબ્‍દો દ્વારા ગુરુકુલ પરિવાર વતી સ્‍વાગત કરેલ . સ્‍વામી શ્રી અખંડવળત્તિદાસજીએ રાષ્‍ટ્રપતિ જીના જીવન કવનની વાત કહી હતી. સ્‍વામી શ્રી વિરત જીવનનાથજી સ્‍વામી એ સ્‍વામિનારાયણ ગુરુકુલનો પ્રારંભિક  ઇતિહાસની રોચકશૈલીમાં રજૂઆત  સાથે સભા સંચાલન કરેલ.

બે કલાકના ટૂંકા રોકાણ દરમ્‍યાન સભાની સમાપ્તિ બાદ ધર્મનંદન ઘનશ્‍યામ મહારાજ પાસે સંતો સાથે કોવિંદજીએ હળવી પળમાં  ગોષ્ટિ કરેલી. તેમણે પોતાના વતન યુપીમાં એક ગુરુકુલ કરવાનો પણ અનુરોધ કરેલ. ભવિષ્‍યમાં નીલકંઠધામ પોઇચા ધામે પધારવાનું આમંત્રણ સ્‍વીકારેલ.

આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ઉદ્યોગપતિ શ્રી લાલજીભાઈ પટેલ, ધીરૂભાઈ કોટડીયા, વસંતભાઈ લીંબાસીયા, કેશવભાઈ ગોટી, શિવલાલભાઈ પાંભર, શ્રી પ્રભુ સ્‍વામી, અખંડ સ્‍વામી, વિદ્યાર્થીઓ તથા રામનાથ કોવિંદના ધર્મપત્‍ની સવિતાદેવી તથા પુત્રી સ્‍વાતિદેવી, ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:37 PM IST)