<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

૧૪ વર્ષની બાળાનો સાવકા બાપે દેહ પીંખી લોહીલુહાણ કરી પછી કહ્યું-તારી મા પુછે તો કહી દેજે પીરીયડને લીધે લોહી નીકળ્‍યું!

રાજકોટમાં વેલેન્‍ટાઇન ડેના દિવસે ૧૪ વર્ષની છાત્રાનું સગીર છાત્રએ અપહરણ કરી કારમાં બળાત્‍કાર ગુજાર્યો હતોઃ બાળાના કાઉન્‍સેલીંગમા બીજા દૂષ્‍કર્મની ખળભળાટ મચાવતી વિગતો ખુલી :ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ, ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણીએ ભોગ બનનારના સાવકા પિતા, સગી મા અને પિતાના મિત્ર સામે ગુનો નોંધી ધરપકડ કરીઃ માતાએ બધી વાત જાણતી હોવા છતાં ચૂપ રહેવા દિકરીને ધમકાવી હતીઃ પિતાના મિત્રએ પણ બિભત્‍સ માંગણી કરી હતી : સગી માએ ધમકાવી કહેલું કે-જો તું પોલીસને કંઇ પીવડાવી દઇશું : અગાઉના બળાત્‍કારના કેસમાં સગીરનું નામ સોશિયલ મિડીયામાં પ્રસિધ્‍ધ કરવા બદલ પણ સાવકા બાપ વિરૂધ્‍ધ કાર્યવાહી : દિકરી પર બળાત્‍કાર ગુજારનાર સાવકા બાપ વિરૂધ્‍ધ એટ્રોસીટી નોંધાતા ૮ દિવસ જેલમાં રહ્યો હતો

રાજકોટ તા. ૧૮: શહેરમાં નવમા ધોરણમાં ભણતી ૧૪ વર્ષની એક છાત્રાને અગિયારમા ધોરણમાં ભણતાં સગીર વયના છાત્રએ સ્‍નેપચેટ થકી મિત્રતાની જાળમાં ફસાવી બાદમાં વેલેન્‍ટાઇન ડેના દિવસે બે મિત્રોની મદદથી કાળા કાચવાળી ગાડીમાં આ છાત્રાનું અપહરણ કરી રૈયા રોડ નાયરાના પંપ પાછળના રસ્‍તે લઇ જઇ મિત્રોને બહાર મોકલી દઇ કારમાં જ બળાત્‍કાર ગુજાર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સગીરની ધરપકડ કરી હતી. બીજી તરફ ભોગ બનેલી છાત્રાની વિશેષ પુછપરછ થતાં તેણીએ ખળભળાટ મચાવતી વિગતો જણાવી હતી. પોતાની સાથે પોતાના જ સાવકા બાપે પણ અગાઉ બળાત્‍કાર ગુજાર્યો હતો અને પિતાના મિત્રએ પણ ખરાબ માંગણી કરી હતી. એટલુ જ નહિ આ બંનેના કૃત્‍યને જનેતાએ દબાવી રાખવાની કોશીષ કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

શહેરના રૈયા રોડ વિસતારમાંથી સગીર છાત્રાનું વેલેન્‍ટાઇન ડેના દિવસે કારમાં અપહરણ કરી કારમાં જ બળાત્‍કાર ગુજારાયો હતો. જેમા સગીર છાત્રને તેના બે મિત્રોએ પણ મદદ કરી હોઇ ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. તેણીને તબિબી પરિક્ષણ માટે લઇ જવાઇ ત્‍યારે તેણીએ પોતાની સાથે પિતાએ પણ બળજબરી આચરી હોવાનું કહ્યું હતું. દરમિયાન પીઆઇ એસ. આર. મેઘાણીમેડમ, રાઇટર હંસરાજભાઇ અને તેમની ટીમે ભોગ બનેલી સગીરાનું કાઉન્‍સેલીંગ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે ભોગ બનનાર ૧૪ વર્ષની સગીરાની ફરિયાદ પરથી તેણીના સાવકા પિતા, માતા અને પિતાના મિત્ર સામે બીએનએસની કલમ ૬૪ (૨), એફ, આઇ, ૬૫ (૧), ૨૩૯, ૩૫૧ (૩), ૭૫ (૧), (૨), ૫૪  તથા પોક્‍સો હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્‍યું છે. 

ભોગ બનનાર સગીરાએ પોતાના પર સાવકા બાપે બળાત્‍કાર ગુજાર્યાની વિગતો જણાવતાં પીઆઇ મેઘાણીમેડમે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરી હેઠળ જીલ્લા બાળ સુરક્ષા, ફ્રેન્‍ડ ફોર વુમન એન્‍ડ ચાઇલ્‍ડ અને બે સામાજીક કાર્યકરોના મહિલા આગેવાનો, સદસ્‍યોની હાજરીમાં  બાળાનું કાઉન્‍સેલીંગ કરતાં તેણીએ પોતાની સાથે જે બન્‍યું તેની વિગતો આપતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. બાળાએ કહ્યું હતું કે તાજેતરમાં ગત છઠ્ઠી તારીખે મારા માતા નાની બહેનને લઇને સગાના ઘરે ગયા હતાં. એ દિવસે હું સાંજે શાળાએથી ઘરે આવતાં સાવકો પિતા બહારથી આવ્‍યો હતો અને હોલનો તથા બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને મને નિર્વષા કરી સેટી પર સુવડાવી મારા પર બળાત્‍કાર ગુજારતાં મને લોહી નીકળવા માંડયા હતાં અને હું ગભરાઇ ગઇ હતી. આ વખતે સાવકા બાપે મને કહેલું કે-લોહી શા માટે નીકળ્‍યા? તેવું તારી મમ્‍મી પુછે તો કહેજે કે મને પીરીયડ આવ્‍યા છે! સાવકા બાપે ધમકી આપી હોઇ જેથી તેણે ગભરાઇને કોઇને વાત કરી નહોતી.

બાળાએ વધુમાં જણાવ્‍યું હતું કે મારા સાવકા પિતાનો મિત્ર અમારી સાથે જ ત્રણેક વર્ષથી રહે છે અને તેણે પણ ગત ડિસેમ્‍બર મહિનામાં હું ઘરે એકલી હતી ત્‍યારે તેણે બિભત્‍સ માંગણી કરી હતી. આ પછી મારા અપહરણની ફરિયાદ દાખલ થઇ ત્‍યારે માતાને મે મારા પર સાવકા બાપે પણ બળાત્‍કાર ગુજારી તેના મિત્રએ ખરાબ માંગણી કર્યાની વાત કરતાં સગી માતાએ ધમકી આપી હતી કે, ‘તું મને શું આપીશ, આ તારો પિતા મને રોટલો અને આશરો આપે છે, તું મરી જા તો પણ મને ફર્ક પડતો નથી, તેણે તારી સાથે શરીરસંબંધ બાંધ્‍યા તે અંગે કોઇને જાણ કરીશ તો તને મારી નાખીશ'. પોલીસે સગીરાની ફરિયાદ પરથી તેના સાવકા પિતા, જનેતા અને પિતાના મિત્ર સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું કે, સગીરા પર તા.૧૪ના દુષ્‍કર્મ થયું અને તે અંગે તે ફરિયાદ કરવા તેના માતા અને સાવકા પિતા સાથે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશને પહોંચી હતી ત્‍યારે જ પીઆઇ એસ.આર.મેઘાણીએ સગીરાને એકલી બેસાડી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં તેણીએ પોતાની સાથે સાવકા બાપે બળાત્‍કાર ગુજાર્યાની અને બાપના મિત્રએ પણ અડપલા કરી બિભત્‍સ માંગણી કર્યાની વિગતો જણાવી હતી. સગીરાએ એ દિવસે એમપણ કહ્યું હતું કે  તેના કુટુંબમાં લગ્ન હોવાથી આ અંગે બે દિવસ બાદ ફરિયાદ કરવા આવશે, ત્‍યારબાદ ઘરે જતાં તેના માતા અને સાવકા પિતાએ સગીરાને ધમકાવી હતી અને મીડિયા સમક્ષ રજૂ થઇ ખોટી સ્‍ટોરી વહેતી કરાવડાવી હતી. ડીસીપીએ વધુમાં જણાવ્‍યું હતું કે, સગીરાએ તેના સાવકા પિતા અને માતા સહિત ત્રણ સામે જે આક્ષેપ કર્યા તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. માતા અને સાવકા પિતાના અત્‍યાચારનો ભોગ બનેલી સગીરાને નારી સુરક્ષા ગળહમાં મોકલવા તજવીજ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણેયની વિશેષ પુછતાછ કરવામાં આવી હતી. આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે. હવસખોરી આચરનારા સાવકા બાપ પર સોૈ ફીટકાર વરસાવી રહ્યા છે. (૧૪.૮)

(2:53 PM IST)