<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ફાલ્‍કન ફાઉન્‍ડેશન અને સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા યોજાયો દિવ્‍ય સંતતિ યજ્ઞ

૩૮ યુગલોએ યજ્ઞમાં આહુતિ આપવા સાથે દિવ્‍ય સંતતિ માટે વેદ અને જ્ઞાનના નિયમ પાલનના લીધા સંકલ્‍પ

રાજકોટ : સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલ તથા ફાલ્‍કન વેલ્‍ફેર ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે વિરાણી હાઇસ્‍કુલના મુખ્‍ય સભાગૃહમાં દિવ્‍ય સંતતિ યજ્ઞનું આયોજન કરાયુ હતુ. આ દિવ્‍ય સંતતિ યજ્ઞ (ચરકસહીંતોકત)માં આયુર્વેદની ચરક સંહિતા પ્રમાણે પૂ. વિશ્વનાથ ગુરૂજીએ વર્ષો પહેલા યજ્ઞની રૂપરેખા તૈયાર કરી હતી. જેમાં દિવ્‍ય ઔષધીઓની આહુતીઓ સાથે દેવપૂજન, ચિકિતા ઉપક્રમ, શૈક્ષણિક સત્રનું આયોજન કરાયુ હતુ. મુખ્‍ય વકતા મેહુલભાઇ આચાર્ય તેમજ સંવાદ સંચાલનકર્તા કમલનયનભાઇ સોજીત્રાએ કરેલ. યજ્ઞકર્તા તરીકે ગુરૂકુળના આચાર્ય હિતેશભાઇ તથા વૈદ્ય તરીકે પૂજાબેન માકડીયા, શ્રધ્‍ધાબેન વ્‍યાસ, ભુમિતભાઇ માકડીયાએ સેવા પ્રદાન કરી હતી. ડો. મેહુલભાઇ આચાર્યએ વિષય ઉદ્દબોધન કરેલ. કમલનયન સોજીત્રા (ફાલ્‍કન પમ્‍પસ) દ્વારા આગતા સ્‍વાગતા તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. વિરાણી સ્‍કુલના ટ્રસ્‍ટી જેન્‍તીભાઇ રાજકોટીયા, ગોપાલભાઇ દેસાઇ, સિધ્‍ધાર્થભાઇ જીવાણી, ડો. પ્રદીપ કણસાગરા (સવાણી કિડની હોસ્‍પિટલ), રાજભાઇ હદવાણી (ગોપાલ નમકીન પરિવાર), પદ્મશ્રી હેમંતભાઇ ચૌહાણ, અશ્વિનભાઇ જીવાણી (સક્ષમ હિંદુ આધ્‍યાત્‍મિક અને સેવા સંસ્‍થાન), વલ્લભભાઇ ધીંગાણી (આદિત્‍ય એન્‍જીનીયર)એ હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. યજ્ઞમાં રાજકોટના સર્વસમાજમાંથી સામાજીક સમરસતાના ભાવ સાથે ૩૮ નવદંપતિઓએ ભાગ લીધો હતો. તેમજ આયુર્વેદ અને વેદના જ્ઞાનનો લાભ લઇ દિવ્‍ય સંતતિ માટે નિયમોના પાલન કરવાનો દ્રઢ સંકલ્‍પ કર્યો હતો. યજ્ઞનના પ્રથમ સત્રમાં ડો. મેહુલભાઇ આચાર્યએ ઉત્તમ સંતતિ અને રાષ્‍ટ્ર માટેના યોગદાન વિષે છણાવટ કરી હતી. જયારે બીજા સત્રમાં દીર્ઘ નિરોગી જીવન વિષે માર્ગદર્શક વાતો રજુ કરી હતી. એ દરમિયાન પદ્મશ્રી હેમંતભાઇ ચૌહાણ દ્વારા શિવસ્‍તોત્રનું પઠન કરી વાતાવરણને ધર્મમય બનાવી દેવાયુ હતુ. અંતમાં ફાલ્‍કન વેલ્‍ફેર ફાઉન્‍ડેશન દ્વારા તમામ દંપતિઓને પ્રસાદ કીટ અપાઇ હતી. આમ જ્ઞાન પૂર્ણ યજ્ઞાની ઉજવણી સાત્‍વીક ભાવ સાથે કરાઇ હતી.

(2:54 PM IST)