<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

રવિવારે પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા ‘‘સંગીત સંધ્‍યા'': નવા-જુના ગીતોથી શહેરીજનોને રસ-તરબોળ કરશે

રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્‍યથી અંધ સર્વોદય મંડળ દ્વારા અનોખો કાર્યક્રમ બપોરે ૩-૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે આયોજન

રાજકોટ તા. ૧૮: મહાનગરપાલિકાના સૌજન્‍યથી અંધ સર્વોદય મંડળ, રાજકોટ દ્વારા તા. ર૩ રવિવારના બપોરે ૦૩-૩૦ કલાકે, ટાગોર રોડ ખાતે આવેલ હેમુ ગઢવી હોલમાં ગુજરાતના બેરોજગાર પ્રજ્ઞાચક્ષુ કલાકારોને સ્‍ટેજ આપી, પ્રોત્‍સાહિત કરવાના ભાગરૂપે ‘‘સંગીત સંધ્‍યા'' કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે કરી, કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્‍વિનભાઇ મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, અંધ સર્વોદય મંડળના પ્રમુખ યુસુફીભાઇ કાપડીયા, અંધ સર્વોદય મંડળના ટ્રસ્‍ટી પ્રદિપભાઇ દવે, સિટી પટેલ, અંધ સર્વોદય મંડળના મંત્રી ભીખુભાઇ સિસોદીયા, પૂર્વ મેયર તથા અંધ સર્વોદય મંડળના દાતા ડો. પ્રદિપ ડવ, અંધ સર્વોદય મંડળના દાતા વાલજીભાઇ ઝાલાવડીયા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્‍યાય, તથા અંધ સર્વોદય મંડળના હોદેદારો ઉપસ્‍થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જ યમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા શહેરીજનોને આ ‘‘સંગીત સંધ્‍યા'' માણવા અપીલ કરવામાં આવી છે.

(2:55 PM IST)