<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

હુડકો ચોકડીએ આશાપુરા નગરના સુરજસિંગ ઠાકુરને લોખંડના સળીયાના ઘા ફટકારી ઢસડયો

તારો ભાઇ કેમ અમને ગાળો દે છે? કહી ભીમસિંગ અને રબિતસિંગ તૂટી પડયા

રાજકોટ તા. ૧૮: આશાપુરાનગરમાં રહેતાં અને કલરકામ કરતાં મુળ યુપીના યુવાનને હુડકો ચોકડીએ હતો ત્‍યારે યુપીના જ બે ભાઇઓએ તારો ભાઇ કેમ અમારી સાથે ડખ્‍ખા કરે છે? કહી ગાળો દઇ લોખંડના સળીયાથી ફટકારી લોહીલુહાણ કરી નાખતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવમાં ઘાયલ થયેલો કોઠારીયા રોડ આશાપુરા સોસાયટી-૧૬માં રહેતાં અને કલરકામ કરી ગુજરાન ચલાવતો સુરજસિંગ શીવકુમાર ઠાકુર (ઉ.વ.૩૨) સારવાર માટે દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે સુરજસિંગની ફરિયાદ પરથી હુડકો ચોકડી પાસે રહેતાં ભીમસીંગ મંગલસીંગ ઠાકુર અને રબીતસીંગ મંગલસીંગ ઠાકુર વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

સુરજસિંગે જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહી કલરકામ કરી ગુજરાન ચલાવુ છું. મારુ મુળ વતન બીગવાનસાગર પુરી કાશી કાનપુર છે. હું દસેક વર્ષથી અહિ રહુ છું. સોમવારે સાંજે આઠેક વાગ્‍યે હું હુકડો ચોકડીએ બલરાજભાઇની ચાની હોટલે બેઠો હતો ત્‍યારે ભીમસિંગ અને રબિતસિંગ નામના બંને ભાઇઓ આવ્‍યા હતાં અને ‘તારો ભાઇ કરણસિંગ અમને ગાળો આપે છે' તેમ કહી બંનેએ મને ગાળો દેતાં મેં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ લોખંડના સળીયાથી હુમલો કરી મને માથા પાછળ અને ડાબા કાન પાસે ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ હું પડી ગયો હતો. ત્‍યારબાદ પણ મને ઢીકાપાટુ માર્યા હતાં. એ પછી રબિતસિંગે મારો પગ ખેંચી ઢસડતાં છોલાઇ ગયો હતો.

દેકારો થતાં આસપાસના લોકો ભેગા થઇ જતાં મને છોડાવ્‍યો હત. બાદમાં મેં ફોન કરી મારા ભાઇને બોલાવતાં મને હોસ્‍પિટલે લઇ ગયો હતો. અહિ માથામાં ત્રણ ટાંકા આવ્‍યા હતાં. મારા ભાઇ કરણસિંગ સાથે ભીસિંગ અને રબિતસિંગને માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી આ બ઼નેએ મને ગાળો દઇ માર માર્યો હતો. તેમ વધુમાં સુરજસિંગે કહેતાં ભક્‍તિનગરના પીએસઆઇ વી. એલ. રાઠોડે ગુનો દાખલ કર્યો હતો.

(2:57 PM IST)