<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

બેડીપરામાં દાઝી જતાં શકીનાબેન માંકડાનું મોત

 

રાજકોટ તા. ૧૮: શહેરના બેડીપરા વિસ્‍તાર સિતારામ ચોકમાં રહેતાં શકીનાબેન અલીઅસગરભાઇ માંકડા (ઉ.વ.૪૨)નું દાઝી જવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

બેડીપરામાં રહેતાં શકીનાબેન માંકડા ગત ૨૧મીએ રસોઇ બનાવતી વખતે પહેરેલા કપડાને ઝાળ લાગી જતાં દાઝી જતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. બાદમાં વધુ સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે મૃત્‍યુ નિપજતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધમેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં બી-ડિવીઝનના પુષ્‍પરાજસિંહ જાડેજા અને રાજાભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર શકીનાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ ઇલેક્‍ટ્રીક ચીજવસ્‍તુની દુકાન ચલાવે છે. બનાવથી દાઉદી વ્‍હોરા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(3:33 PM IST)