News of Tuesday, 18th February 2025
ભાગવત સપ્તાહઃ પૂ. જીગ્નેશદાદાની દિવ્યવાણી થકી પવિત્રતાનો દરીયો ઘુઘવશે
ધર્મમય વાતાવરણમાં રાજકોટ લોહાણા મહાજન આયોજીત - ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ‘રાધે રાધે' ના નાદ છવાઇ જશેઃ લાખો ભાવિકો કૃષ્ણ ભકિતમાં લીન બનશે. - ૧૦૮ પોથીજીના પવિત્ર દર્શનનો અમૂલ્ય લાભઃ પોથી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૫૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરી શકાય છે. - લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્ટી મંડળ- ટીમ સતત કાર્યરત.

રાજકોટ, તા. ૧૮: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા પિતૃઓના આત્માની શાંતિ અર્થે સવંત ર૦૮૧, ચૈત્ર સુદ ૧ ને રવિવાર, તા. ૩૦-૩-ર૦રપ થી ચૈત્ર સુદ ૮ ને શનિવાર, તા. પ-૪-ર૦રપ ના પાવન દિવસો દરમ્યાન ધર્મમય વાતાવરણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર શ્રીમદ્ ભાગવત સત્તાહમાં નાના-મોટા સૌમાં અપાર લોકચાહના ધરાવનાર સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાની દિવ્ય વાણી થકી પવિત્રતાનો દરીયો ઘૂઘવશે. રાજકોટના રેસકોર્ષ મેદાન સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ‘રાધે રાધે'ના નાદ છવાઇ જશે અને લાખો ભાવિકોની કૃષ્ણ ભકિતમાં લીન બનશે. કથાનો સમય બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ સુધીનો રાખવામાં આવેલ છે. દરરોજ કથાની પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.
ભાગવત સપ્તાહને દરરોજ ‘અકિલા' લાઇવના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી-નિહાળી શકે તે માટે પણ અલાયદું નેટવર્ક ગોઠવવામાં આવી રહ્યું છે. સમગ્ર ભાગવત સપ્તાહના આયોજનને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હુંફ મળી રહ્યા છે.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ૧૦૮ પોથીજીના પવિત્ર દર્શનનો અમૂલ્ય લાભ લાખો ભાવિકો-શ્રધ્ધાળુઓને પ્રાપ્ત થશે. પોથીજીની નોંધણી તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા દરમ્યાન રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ. (મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠકકર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
(3:48 PM IST)










