News of Tuesday, 18th February 2025
રિક્ષાગેંગના સંજય બાદ સાગ્રીતો ભુરો અને ઢેબો પણ પકડાયા
ગાંધીગ્રામના મશરીભાઇ, મુકેશભાઇ, પ્રદિપભાઇની બાતમી

રાજકોટ તા. ૧૮: મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્ટી ઉબકાનું નાટક કરી રોકડ, મોબાઇલ સેરવી લેતી ગેંગના સુત્રધાર સંજય મગનભાઇ બાંભણીયા (રહે. આજીડેમ પાસે માંડા ડુંગરના ઢાળ પાસે ભીમનગર ચોક)ને એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા સહિતે પકડી લીધા બાદ આ શખ્સના બીજા બે સાગ્રીત ભુરો શામજીભાઇ સિંધવ (ઉ.વ.૨૭-રહે. વેલનાથપરા મોરબી રોડ ઝુપડપટ્ટી) તથા ભકુલ ઉર્ફ ઢેબો અનકુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮-રહે. યુવરાજનગર, ગમારા પંપ સામે આજીડેમ પાસે)ને ગાંધીગ્રામના હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, કોન્સ. મુકેશભાઇ તથા પ્રદિપભાઇની બાતમી પરથી પકડી લેવાયા છે.
આ બંને તથા સંજયએ કુલ ચાર ગુના આચર્યા હતાં. પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એસ. બી. જાડેજા, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, ભગીરથસિંહ જાડેજા, શબ્બીરભાઇ મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર, રોહીતદાન ગઢવી, મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રઘુભા જાડેજા, ભરતભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.
(4:37 PM IST)










