News of Tuesday, 18th February 2025
રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનિતિની જીતઃ ઉદય કાનગડ

રાજકોટઃ ગુજરાત પ્રદેશમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં સવર્ત્ર કેસરીયો છવાયો છે અને જુનાગઢ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ત્યારે ભાજપની ભવ્ય જાતને આવકારી દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગળહમંત્રી અમિતભાઈ શાહ, રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજીને અભિનંદન પાઠવતા ધારાસભ્ય શ્રી ઉદય કાનગડએ જણાવ્યું હતું કે જુનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશન ૬૮ નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચુંટણી તથા સ્વરાજયના એકમોની ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણીઓ સંપન્ન થઈ છે.
શ્રી ઉદય કાનગડએ વધુમાં જણાવેલ કે ૨૦૧૪માં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્રઢ ઈચ્છાશકિતના દર્શન કરાવી ભારતના બંધારણમાંથી કલમ-૩૭૦ રદ કરી ડો.શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાનને યાદ રાખી ભાજપના લાખો કાર્યકર્તાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પરિપુર્ણ કરેલ હતી, એવી જ રીતે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થાન ઉપર ભવ્ય અને દિવ્ય રામમંદિર બનાવવાના સંકલ્પ સાથે આ ભવ્ય મંદિર કરોડો દેશવાસીઓની લાગણી, માગણીની પડધો પાડતું હોય તે રીતે લોકાપર્ણ કરવામાં આવ્યું.
આ બે અગત્યના વચન પરિપાલનના મહત્વના ઉદાહરણો વચ્ચે દેશની ઉન્નતિના કાર્યોની એક લાંબી હારમાળા એક દાયકામાં ઉભી થઈ. વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી તથા રાજયની ડબલ એન્જિન સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસ યાત્રાને આગળ ધપાવવા મતદારોએ સ્થાનીક સ્વરાજયની ચૂંટણી તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતાએ ક્રમળ તરફી મનાવી સર્વાંગિ અને સર્વગ્રાહી વિકાસ માટે ભાજપના ઉમેદવારોને ખોબલે-ખોબલે મત આપીને વિજેતા બનાવેલ છે.
(4:07 PM IST)










