<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ઘનશ્‍યામનગરમાં ઓનલાઇન ક્રિેકેટ મેચ પર સટ્ટો રમતો મહેશ ચાવડા પકડાયો

ભકિતનગર પોલીસનો દરોડોઃ મોબાઇલ કબ્‍જે

રાજકોટ તા.૧૮: કોઠારીયા રોડ પર ઘનશ્‍યામનગરમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ મેચર પર સટ્ટો રમતા શખ્‍સને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ ઘનશ્‍યામનગરમાં એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ ઝાલા તથા  કોન્‍સ. અરવિંદભાઇ ફતેપરા સહિતે દરોડો પાડી ઘનશ્‍યામનગર શેરી નં.૮માં મોબાઇલ ફોનમાં ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો મહેશ લાભુભાઇ ચાવડા (ઉ.વ.૪૪) (રહે.રણુજા મંદીર કનૈયા ચોક સાંઇ દર્શન એપાર્ટમેન્‍ટમાં)ને પકડી લઇ મોબાઇલ ફોન કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.(

(4:09 PM IST)