<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

બેડીમાં ૭૦ વર્ષના દુધીબેન સોલંકીને પૌત્ર કિશને છરી બતાવી માર મારી પછાડી દીધા

પિતા સુખાભાઇ સાથે પૈસા મામલે કિશન ઝઘડો કરી રહ્યો હોઇ દાદી વચ્‍ચે પડતાં તેમના પર તૂટી પડયોઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૯: બેડી ગામે રહેતાં વૃધ્‍ધાને તેના જ પોૈત્રએ છરી બતાવી ઢીકાપાટુનો માર મારી ધક્કો દઇ પછાડી દેતાં ઇજા થઇ હતી. બાપ-દિકરા વચ્‍ચે પૈસા મામલે ઝઘડો થતો હોઇ વૃધ્‍ધા પોૈત્રને સમજાવવા વચ્‍ચે પડતાં તેમના પર હુમલો થતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે બેડી ગામમાં વિશાલ રેસ્‍ટોરન્‍ટ પાછળની શેરીમાં અથર્વ હોસ્‍પિટલ પાસે રહેતાં દુધીબેન નરસીભાઇ સોલંકી (ઉ.વ.૭૦)ની ફરિયાદ પરથી તેના પોૈત્ર કિશન સુખાભાઇ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દુધીબેન સોલંકીએ જણાવ્‍યું છે કે હું પતિ સાથે રહુ છું અને સંતાનમાં ત્રણ દિકરા તથા એક દિકરી છે. હું નાના દિકરા ભરત સાથે તેના મકાનમાં રહું છું. બાજુમાં બીજુ મકાન છે તેમાં બીજા દિકરા રહે છે. જે પૈકી મોટા દિકરા સુખાભાઇ જેમાં રહે છે તે મકાન મારા નામે છે. ઘરની બાજુમાં દેકારો થતાં હું જોવા માટે જતાં મારા દિકરા સુખાભાઇ સાથે તેનો દિકરો કિશન અને તેની પત્‍નિ કોમલ ઝઘડો કરતાં હતાં. કિશનના હાથમાં છરી હતી અને તે મારા દિકરા સુખાભાઇને મારવા જતો હોઇ હું વચ્‍ચે પડી તેને સમજાવવા જતાં ીકશને ઉશ્‍કેરાઇ જઇ મને ઢીકાપાટા મારી લઇ છરી બતાવી ધક્કો મારી પછાડી દીધી હતી.

આ કારણે માથાના પાછળના ભાગે મુંઢ ઇજા થઇ હતી. રાડો સાંભળી મારા દિકરા રમેશભાઇનો દિકરો રોહિત, રોહિતના પત્‍નિ પૂજા તથા બીજા પડોશીઓ ભેગા થઇ  જતાં કિશન અને તેની પત્‍નિ પૂજા ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ બેભાન જેવી થઇ જતાં સારવાર માટે હોસ્‍પિટલે લઇ ગયા હતાં. મારો દિકરો સુખાભાઇ તેના દિકરા કિશન પાસે પૈસા માંગતો હોઇ તે બાબતે કિશને બોલાચાલી કરી ઝઘડો કરતાં હું છોડાવવા જતાં મને છરી બતાવી ઢીકાપાટુ મારી ધક્કો દઇ પછાડી દીધી હતી. કુવાડવા પોલીસ મથકના હેડકોન્‍સ. લક્ષમણભાઇ મહાજને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

(2:32 PM IST)