તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
મનપા સફાઇ કામદારોના આવાસોના દસ્તાવેજ કરી આપશેઃ રાજકોટ બરો મ્યુ. સ્વીપર્સ યુનિયનની રજૂઆત ફળી

રાજકોટ તા. ૧૮: મહાનગર પાલીકા દ્વારા કાયમી સફાઇ કામદારો માટે આવાસ યોજના બનાવી આપવામાં આવેલ છે. તેના દસ્તાવેજ આપવા સ્ટેન્ડીંગ કમીટીમાં રજુઆત સાંભળી આ દિશામાં સફાઇ કામદારોને દસ્તાવેજ આપવા ખાત્રી આપવામાં આવેલ છે.રાજકોટ બરો મ્યુની. સ્વીપર્સ યુનીયનના આગેવાનો સર્વશ્રી શંકરભાઇ મકવાણા, ધરમશીભાઇ વાઘેલા, જગદીશભાઇ સોલંકી તથા રાજકોટ વાલ્મીકી સંકલન સમીતીના આગેવાનો સર્વશ્રી મુકેશભાઇ પરમાર, બટુકભાઇ વાઘેલા, યતીનભાઇ વાઘેલા, કિરીટભાઇ વાઘેલા, અજય વાઘેલા, પીન્ટુભાઇ વાઘેલા, ગીધર વાઘેલા વગેરે આગેવાનો દ્વારા મેયર નયનાબેન તેમજ રાજકોટ મહાનગર પાલીકાના કમીશ્નર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, ડે. મેયર નરેન્દ્રસિંહ વગેરેને સફળ રજુઆત કરી હતી.
(2:49 PM IST)










