તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
કાલે બપોરે ૧ કલાક રાજકોટ સહિત દેશભરના LIC કર્મચારીઓની હડતાલઃ ભરતી સહિતના પ્રશ્નો
બપોર ૧રાા થી દોઢ વાગ્યા સુધી રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છમાં LIC કચેરીમાં કામગીરી થંભી જશે

રાજકોટ, તા. ૧૯: જીવન વીમા સંસ્થા એલઆઇસી ઓફ ઇન્ડિયાના અખિલ ભારતીય સ્તરના ટોચના કર્મચારી સંગઠન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા આવતીકાલ તા. ૨૦મીએ ગુરુવારે બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ સુધી એક કલાકની એલ.આઇ.સી કર્મચારીઓની દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને દેશભરના LIC કર્મચારીઓ જોડાશે.
એલ.આઇ.સી ઓફ ઇન્ડિયામાં વર્ગ ૩ ના કર્મચારીઓની ભરતી કરવા અને કર્મચારી સંગઠન AIIEA ને માન્યતા આપવાની માંગણી સાથે આ દેશ વ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે. એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા ની દેશભરની કચેરીઓમાં વર્ગ ત્રણ ના કર્મચારીઓ સંખ્યામાં નિવળત્તિને કારણે નોંધપાત્ર ઘટાડો થયો છે અને બીજી બાજુ વર્તમાન કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધતું જાય છે ત્યારે કર્મચારીઓની ભરતી કરવાની તાતી જરૂરિયાત છે. તે માગણીને વધુ મજબૂત બનાવવા અને સાથોસાથ કર્મચારી સંગઠન તરીકે AIIEA ને સત્તાવાર માન્યતા આપે તે માગણી સાથે આ દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે તેમ AIIEA ના ઓલ ઇન્ડિયાના VICE પ્રેસિડેન્ટ અને સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી વીમા કર્મચારી નેતા હર્ષદ પોપટે જણાવ્યું હતું.
AIIEA LIC કર્મચારીઓનું રાષ્ટ્રીય સ્તરનું ટોચનું સંગઠન છે અને લગભગ ૯૦ ટકા કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંગઠન કર્મચારીઓના હકક અને હિતોના રક્ષણની સાથોસાથ માતળ સંસ્થા એલઆઇસીને પણ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હરહંમેશ કરતું રહ્યું છે અને દેશમાં રચનાત્મક અને સેવાકીય પ્રવળતિમાં પણ આ સંગઠનનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.(૬.૧૩)
(3:14 PM IST)










