તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
બજેટને રાજકીય મુદ્દો ન બનાવોઃ સ્ટે. ચેરમેન

રાજકોટ તા. ૧૯ : મનપાના જનરલ બોર્ડમાં આજે બજેટ સ્પીચ દરમિયાન વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ વચ્ચે ટકોર કરી જણાવેલ કે, યોજનાઓ મુકવામાં આવી રહી છે પરંતુ કયારેય પુર્ણ થતી નથી અમે પોઝેટીવ રહીશું અને ભગવાન તમને કામ કરવાની શકિત આપે તેવું જણાવી ભાજપ ઉપર પ્રહારો કરતા જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે, ર૦૦પમાં કોંગ્રેસે આખુ બજેટ વીખી નાખ્યું હતું. પ્રજાના લોકહીત માટે બજેટ બનાવવામાં આવ્યું હોય કે જેને રાજકીય મુદ્દો ન બનાવો તમારા શાસનના અનેક મુદ્દાઓ અમારી પાસે છે પરંતુ આ સમય આવા મુદ્દાઓ માટે નથી આથી ચુપ રહી વિકાસના કામોમાં સહકાર આપો તેમ જણાવી વિપક્ષી નેતાને આડેહાથ લીધા હતાં.
(4:48 PM IST)










