<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

આજી નદી મચ્‍છર મુકત કરાશેઃ નદીનો સ્‍થગીત પ્રવાહ ફરી શરૂ કરાવવા સુમેરાનો આદેશ

શહેરના ત્રણેય ઝોનમાં મચ્‍છરોનો ઉપદ્રવ ઘટાડવા ફોગીંગ શરૂઃ મ્‍યુ. કમિશનરની રામનાથપરા પુલ, પોપટપરા નાલાની સ્‍થળ મુલાકાત

રાજકોટ તા. ૧૯: મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ આજી નદીમાં તથા નદી કાંઠાના વિસ્‍તારમાં કયુલેક્ષ મચ્‍છરોનો ઉ૫દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્‍છર મેલેરિયા, ડેન્‍ગ્‍યુ જેવા રોગ ફેલાવતા નથી ૫રંતુ કયુલેક્ષ મચ્‍છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્‍તારમાં ન્‍યુસન્‍સ મચ્‍છર તરીકે ઓળખાતા આ મચ્‍છરના ઉ૫દ્રવની ફરિયાદ વધુ રહે છે.

મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાએ મચ્‍છર ન્‍યુસન્‍સ અને મચ્‍છરની ઉત્‍પતિ અટકાવવા આરોગ્‍ય શાખા મારફત ફોગિંગની કામગીરી કરાવી છે. સાથોસાથ આજી નદીની રૂબરૂ મુલાકાત દરમિયાન કમિશનર મચ્‍છર તથા મચ્‍છરના પોરાના નાશ માટે આજી નદીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા જરૂરી સૂચના પણ આપી હતી.

 મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રેલનગર માઘા૫ર પાસે આવેલા બેડી ચોકડીવાળા મોરબી હાઇવેના પુલ પાસેના વિસ્‍તારમાં મુલાકાત કરવામાં આવેલ. જેમાં નાયબ કમિશનર મહેશ જાની, નાયબ કમિશનર હર્ષદ પટેલ, આરોગ્‍ય અઘિકારી, પર્યાવરણ ઇજનેર, બાયોલોજીસ્‍ટ, નાયબ ૫ર્યાવરણ ઇજનેર તથા અન્‍ય સ્‍ટાફ ૫ણ જોડાયેલ.

 જીલ્લા પંચાયત - આરોગ્‍ય શાખાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર ફાઇટરની ફાળવણી કરેલ જેમાં જીલ્લા પંચાયત દ્વારા ફાયર ફાઇટર દ્વારા બેડી ગામ માર્કેટિંગ યાર્ડ પાછળ નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. જ્‍યારે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તાર રેલનગર પાછળ પોપટપરાના નાલા પાસે પણ ફાયર ફાઇટર દ્વારા આજી નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે.

હાલમાં રાજકોટ શહેરમાં ત્રણેય ઝોનમાં વહિકલ માઉન્‍ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરાવવા કમિશનરએ આરોગ્‍ય શાખાને આપેલી સૂચના અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પુખ્‍ત મચ્‍છર તથા મચ્‍છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા નદીમાં દવા છંટકાવ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે પણ મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રામનાથ૫રાના પુલ પાસેની  સ્‍થળ મુલાકાત પણ લીધી હતી. આ સ્‍થળ મુલાકાત દરમ્‍યાન  મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા પણ જોડાયા હતા. સ્‍થળ મુલાકાત દરમ્‍યાન નદીમાં આવતા ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન બંઘ કરાવવા સંબંઘિત વિભાગને સૂચના આ૫વામાં આવેલ છે તથા નદીમાંથી સોલિડ વેસ્‍ટ તથા બાંઘકામ વેસ્‍ટનો નિકાલ કરી સ્‍થગિત પાણીનો ઙ્કવાહ ચાલુ કરાવવા સંબંઘિત વિભાગને સુચના આ૫વામાં આવેલ છે.

મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા વોર્ડ નં.૩માં પો૫ટ૫રાના નાલા પાસે વોકળા સફાઇ માટે વોકળાગેંગને વોકળા સફાઇ કર્યા બાદ રબીશ તથા કચરાનો તરત જ યોગ્‍ય સ્‍થળે નિકાલ કરાવવો તથા રેલનગર ખાતે સાઘુવાસવાણી કુંજ રોડ ૫ર જરૂરી સફાઇ માટે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટના અઘિકારીને સુચનો કરેલ છે.

(3:44 PM IST)