તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
આશ્રય ગૃપ દ્વારા કાલથી મા કોમ્પ્યુટેક ચેલેન્જ કપ સમસ્ત સોની સમાજ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ
કુલ ૮ ટીમો ભાગ લેશે, દરેક મેચ ૧૦ અોવરનાઃ ઇનામોની વણઝાર

રાજકોટઃ આશ્રય ગૃપ દ્વારા સમસ્ત સોની સમાજ ક્રિકેટ ચેમ્પીયન ર૦રપ આઇપીએલ સ્ટાઇલ જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. આ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો નાઇટ રાઇડર્સ, વીકે વોરીયર્સ, મુરલીધર ઇલેવન, આશીર્વાદ ઇલેવન, એસ ૩ ઇલેવન, રાધે ઇલેવન, સ્પર્શ માહી, કેસરી ઇલેવન ટીમોએ ભાગ લીધેલ છે.
આ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ દિપ બાવાશ્રી સપ્તમ પીઠ યુવરાજ પુ.પા.ગો.૧૦૮ અનિરુધ્ધરાય મહોદયશ્રી પુ.પા.શ્રી રષેશકુમાર મહોદય શ્રી શ્રી સુરેશબાવા હસ્તે કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં દરરોજ ચાર મેચમાં ફાઇનલ વિજેતા ટીમ ટ્રોફી અન્ય વિજેતા ટીમ ટ્રોફી તથા અન્ય ટીમ પુરસ્કારો આપવામાં આવશે.
ટુર્નામેન્ટ તા.ર૦ થી ર૩ ગુરૃ થી રવિ સુધી સાંજે ૬ થી રાત્રે ૧ર વાગ્યે ગ્રીનફીલ્ડ જામનગર રોડ ખાતે યોજાશે.
આયોજનને સફળ બનાવવા વિશાલભાઇ ઝીૅઝુવાડીયા, જીતુભાઇ ફીચડીયા, મૌલીકભાઇ પાટડીયા, જીજ્ઞેશભાઇ વાગડીયા, રાજેશભાઇ રાણીંગા, મોહીતભાઇ ફીચડીયા, ધર્મેશભાઇ પાટડીયા, દુર્ગેશભાઇ આડેસરા, વિરેનભાઇ રાણીંગા, કરણભાઇ લોલરીયા, ચિંતનભાઇ લોલરીયા, જતીનભાઇ આડેસરા, પ્રકાશભાઇ પાલા, વિમલભાઇ રાણપરા, રાજુભાઇ આડેસરા, હિતેશભાઇ રાણપરા, હરેશભાઇ ફીચડીયા, દિપકભાઇ કરચલીયા જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૩પ.૧૪)
(3:51 PM IST)










