તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ભૂદેવ સેવા સમિતિ દ્વારા શનિવારે જીવનસાથી પસંદગી પરિચય સંમેલન : હાઇટેક વ્યવસ્થા

રાજકોટ તા. ૧૯ : ભૂદેવ સેવા સમિતિ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના લગ્નોત્સુક યુવક યુવતિઓ માટે આગામી તા. ૨૨ ના શનિવારે જીવનસાથી પસંદગી પરિચય સંમેલનનું આયોજન કરાયુ છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભુદેવ સેવા સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૨૨ ના શનિવારે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે આ પસંદગી પરીચય સંમેલન યોજાશે. અત્યાર સુધીમાં ૭૫૦ થી વધુ એન્ટ્રી આવી ચુકી છે. તેમજ સ્થળ પર પણ સવારે ૭ થી ૯ એન્ટ્રી નોંધાવી શકાશે.
હાઇટેક પસંદગી સંમેલનમાં સૌરાષ્ટ્ર કચ્છ તથા ગુજરાત તેમજ દેશ વિદેશથી લગ્ન ઇચ્છુક ઉમેદવારો ભાગ લઇ રહ્યા છે. ગ્રેજયુએટ, અન્ડર ગ્રેજયુએટ, ઉંમર તથા અન્ય માહીતીના આધારે વર્ગીકૃત કરાશે. ક્રમ મુજબ સ્ટેજ પર પરિચય આપવાની વ્યવસ્થા કરી અપાશે.
ઉમેદવારોને કીટ અપાશે. જેમાં યુવક યુવતિ પરિચય પુસ્તિકા, ઉમેદવારનો પાસ, વાલીના પાસ, ભોજન પાસ, ભુદેવ સેવા સમિતિના કાર્યોની માહીતી પુસ્તિકા અપાશે. વધુ માહીતી માટે ભૂદેવ સેવા સમિતિના કાર્યાલય ૧૧૫-૧૬, ગોલ્ડન પ્લાઝા, અતુલ મોટર્સ, ટાગોર રોડ, રાજકોટ ખાતે રૃબરૃ અથવા તેજસ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા તેજશ ત્રિવેદી, હરેશ જોષી, વીકી ઠાકર, ધીરેન મહેતા, વિશાલ ઉપાધ્યાય, દિલીપ જાની, મોહીત વ્યાસ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)
(3:54 PM IST)










