તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
શહેરમાં ૧૭૩ કેન્દ્રો પર લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષા અંતર્ગત પોલીસ કમિશનરનું જાહેરનામુ
કેન્દ્રોના ૧૦૦ મિટરની ત્રીજયામાં અનઅધિકૃત લોકોઍ ઍકઠા થવું નહિઃ વેપારીઓ કે શાળાના સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહિઃ છાત્રો તેમજ સુપરવાઇઝરો મોબાઇલ ફોન રાખી શકશે નહિઃ કર્મચારીઓ ઍ, કેન્દ્ર સંચાલકો, સુપરવાઇઝરોઍ ઓ ળખકાર્ડ ફરજીયાત સાથે રાખવા પડશેઃ શાળા આસપાસ ડી.જે., લાઉડસ્પીકર વગાડી શકાશે નહિ

રાજકોટ તા. ૧૯: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૭/૨ થી ૧૭/૩ સુધી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરિક્ષા લેવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરીયામાં આવતી જુદી જુદી શાળાઓમાં કુલ ૧૭૩ પરિક્ષા કેન્દ્રો પર પરિક્ષા લેવાશે. જેમાં તા. ૨૭/૨, ૨૮/૨ તા. ૧/૩, તા. ૩/૩, તા. ૪/૩, તા. ૫/૩, તા. ૬/૩, તા. ૭/૩, તા. ૮/૩, તા. ૧૦/૩ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧:૪૫ સુધી તથા બપોરે ૩:૦૦ થી સાંજના ૬:૧૫ સુધી એચએસસી (સામાનય પ્રવાહ)ની પરિક્ષા કુલ-૫૫ કેન્દ્રો પર અને ૨૭/૨, ૧/૩, ૩/૩, ૫/૩, ૭/૩, ૧૦/૩ દરમિયાન દરરોજ બપોરે ૩:૦૦થી ૬:૩૦ સુધી એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા કુલ ૨૨ કેન્દ્રો પર લેવાશે. આ પરિક્ષામાં કોઇપણ જાતની ખલેલ વિદ્યાર્થીઓને પડે નહિ અને મુકત-શાંત વાતાવરણમાં તેઓ પરિક્ષા આપી શકે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ પરિક્ષા કેન્દ્રો (શાળા)ના કમ્મ્પાઉન્ડમાં તથા ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓએ એકત્રીત થવું નહિ અને શાળામાં પ્રવેશ કરવો નહિ. પરિક્ષા કેન્દ્રો અંદર વાહન પણ લઇ જઇ શકાશે નહિ. ચારથી વધુ માણ સો ભેગા થશે કે ડી. જે. અથવા લાઉડ સ્પીકર વગાડશે તો કાર્યવાહી થશે. પરિક્ષા આપનારા છાત્રો મોબાઇલ ફોન કેન્દ્રમાં લઇ જઇ શકશે નહિ.
તેમજ વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રને લગતું કોઇ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રીક સાધનો વગેરે પરિક્ષા સ્થળ કે ખંડમાં લઇ જઇ શકશે નહિ, સુપરવાઇઝરોએ પણ પરિક્ષા ખંડમાં મોબાઇલ લઇ જવા નહિ. જે તે પરિક્ષા કેન્દ્ર (શાળા)ના સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરિક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના પરિક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ ચોકસાઇ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે, પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ વગર કોઇને પરિક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહિ. આ હુકમોનું ઉલંઘન કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે.
(4:47 PM IST)










