તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ઍન.ડી.પી. ઍસના ગુનામાં ફરાર ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી રાજારામ ઉર્ફે રાજુ પકડાયો
કુવાડવા રોડ પોલીસ ઍ.ઍસ.આઇ. ખોડુભા જાડેજા, કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી

રાજકોટ, તા.૧૯: શહેરના કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી. એસના ગુનામાં નાસતા ફરતા રાજસ્થાનના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને કુવાડવા રોડ પોલીસે પકડી લીધો છે.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ સૂચના આપતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ.બી. પી. રજયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. વરૃ સ્ટાફ સાથે આરોપી ઓની શોધમાં હતા ત્યારે કુવાડવા રોડ પોલીસ મથકના નોંધાયેલા એન.ડી.પી.એસના ગુનામાં ફરાર શખ્સ રાજકોટમાં આવ્યો હોવાની બાતમી એ.એસ. આઇ. ખોડુભા જાડેજા, કોન્સ ભાવેશભાઇ મકવાણાને મળતા ફરાર શખ્સ રાજારામ ઉર્ફે રાજુ જીતુરામ બીશ્નોઇ (ઉ.વ. ૩૬) (રહે. વિકાસપાર્ક શેરી નં. ૧ મોરબી મૂળ ઇન્દ્રકોલોનીનો આ ગામ બીકાનેર- રાજસ્થાન)ને પકડી લીધો હતો. રાજસ્થાનનો રાજારામ ઉર્ફે રાજુ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યુ છે. આ કામગીરી પી.આઇ.બી.પી. રજયા તથા પી.એસ.આઇ. એમ.જે. વરૃ, એ.એસ.આઇ. ખોડુભા જાડેજા, પી.આર. મકવાણા હેડ. કોન્સ. વિક્રમભાઇ ગરચર, કોન્સ. જયદિપભાઇ ધોળકીયા, ભાવેશભાઇ મકવાણા, ભાવેશભાઇ મકવાણા જયપાલભાઇ બરાળીયા, કુશલભાઇ જોષી, સંજયભાઇ જાદવ, વિશાલભાઇ બસીયા યશપાલસિંહ જાડેજા, ભરતભાઇ ઘેડ દ્વારા કરવામાં આવી હતી.
(4:08 PM IST)










