<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

કલાકો સુધી સર્વર ડાઉન થતાં રાજકોટ એસ.ટી બસ પર મુસાફરોને ભારે હાલાકી બપોરના ૨ થી જીપીએસ કંપની એડવાન્‍સ બુકિંગ હજુ બંધ

એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિની ફરિયાદઃ જવાબદારોને પેનલ્‍ટી કરવા અપીલ

રાજકોટ,તા.૧૯: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, પ્રવીણભાઈ દેસાઈ, જયંતીભાઈ હિરપરા ની સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે કે રાજકોટ એસટી બસ પોર્ટ ઢેબર રોડ પર બસ સ્‍ટેશનમાં લાંબા સમયથી અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે

ગઈકાલે રાત્રે મુસાફરોમાં થી સમિતિને ટેલીફોનિક ફરીયાદ મળેલ હતી કે રિઝર્વેશન થતું નથી અને જીપીએસ સિસ્‍ટમ બંધ છે. જે ફરિયાદના સંદર્ભે સમિતિના આગેવાનોએ એસ.ટી બસ પોર્ટ ની મુલાકાત લેતા સ્‍થળ તપાસ કરતા જાણવા મળ્‍યું કે બપોરના ૨ કલાકથી જીપીએસ સિસ્‍ટમ બંધ છે. ૧૭૫ કરોડના ખર્ચે બનાવેલ અત્‍યાધુનિક એસટી બસ પોર્ટ માં મેઇન્‍ટેનન્‍સ નો અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગઈકાલે બપોરના બે વાગ્‍યાથી બંધ થયેલ એસ.ટી બસોના તમામ લોકેશનની સ્‍ક્રીનો બંધ હાલતમાં હતી. જોકે રાત્રે ૯ થી ૫ કાયમ માટે બંધ રાખે છે જે અંગે ઉચ્‍ચસ્‍તરીય રજૂઆતો કરવામાં આવી છે.

હાલ એસ.ટી બસ પોર્ટ પર કોઈ રિઝર્વેશન ટિકિટ કરવા આવે તો ટિકિટ મળતી નથી ગામડેથી આવેલા અનેક મુસાફરો લાઈનમાં કલાકો સુધી ઉભા રહી કંટાળીને ઘેર પાછા ફરે છે. વોલ્‍વો ડેપોમાં રિઝર્વેશન થતું નથી. હાલ લગ્નગાળાની સિઝન હોય એસ.ટી બસ પોર્ટ  પર ભારે ટ્રાફિક હોય ત્‍યારે જ કનેક્‍ટિવિટી ખોરવાઈ જતાં મુસાફરોમા ભારે દેકારો  બોલી ગયો છે.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રાજકોટ ડેપોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કલાકો સુધી મુસાફરોને પડેલી હાલાકી અંગે જવાબદારોને દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ તેવી માંગ ઉઠાવી છે.(

(4:09 PM IST)